Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુરોપના દેશોએ તેના નાગરિકોને ૭ર કલાક માટે ખોરાક, પાણી, દવાઓ, ટોર્ચ જેવી ચીજવસ્તુઓનો સ્ટોક રાખવા જણાવતા ચિંતાનો માહોલ સર્જાયો
નવી દિલ્હી તા. ર૮: યુરોપીય સંઘ અને નાટોએ પોતાના સભ્ય દેશોને સતર્ક રહેવા જણાવ્યું છે. યુરોપીય સંઘે પોતાના ૭૫ કરોડ નાગરિકોને ૭૨ કલાક ચાલે તેટલું ભોજન-પાણી-દવા-ટોર્ચ-આઈડી ડોકયુમેન્ટ એકઠા કરવા સલાહ આપી છે. રૂસ-યુક્રેન યુધ્ધ-સાયબર હૂમલા-સ્વાસ્થ્ય સંકટ-પર્યાવરણ કટોકટી વગેરે સામેલ છેઃ સંરક્ષણ તૈયારીઓ મજબૂત કરવા પણ જણાવાયું છે, તેથી વૈશ્વિક કટોકટી સાથે ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
આજકાલ યુરોપમાં અરાજકતા છે. અહીં એક સંપૂર્ણપણે અલગ પરિસ્થિતિ વિકસી રહી છે. સરકારોએ લગભગ ૭૫૦ મિલિયનની સમગ્ર યુરોપિયન વસ્તીને સતર્ક રહેવા ચેતવણી આપી છે. યુરોપિયન યુનિયન એ એક પરિપત્ર બહાર પાડીને નાગરિકોને ઓછામાં ઓછા ૭૨ કલાક માટે ખોરાક, પાણી, દવાઓ અને ટોર્ચ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક રાખવા જણાવ્યું છે. યુરોપિયન યુનિયને પોતાના એલર્ટમાં સંભવિત ખતરાઓની યાદી બહાર પાડી છે, જેમાં યુદ્ધ, સાયબર હુમલા, પર્યાવરણીય આફતો અને આરોગ્ય કટોકટીનો સમાવેશ થાય છે. યુરોપીયન યુનિયન કટોકટી વ્યવસ્થાપન કમિશનર હડજા લહબીબે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા કહૃાું કે લોકોએ ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક રાખવો જોઈએ.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકાએ યુરોપિયન દેશો પર તેમની સંરક્ષણ તૈયારીઓને વધુ મજબૂત બનાવવા માટે દબાણ કર્યું છે. આ પરિપત્રમાં ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ છે. અહેવાલો અનુસાર, જો યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ વાટાઘાટો નહીં થાય, તો યુરોપિયન દેશો રશિયા સામે કડક પગલાં લઈ શકે છે, જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
નાટોના મહાસચિવ માર્ક રુટે ચેતવણી આપી છે કે રશિયાની લશ્કરી શક્તિ ૨૦૩૦ સુધીમાં યુરોપ માટે એક મોટો ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં, યુરોપિયન દેશોએ તેમની સુરક્ષા અને કટોકટી વ્યવસ્થાપન ક્ષમતાઓ વધારવાની જરૂર છે.
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુરોપને કોવિડ-૧૯ રોગચાળો અને રશિયન ગેસ પુરવઠામાં કાપ જેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ સંજોગોને ધ્યાનમાં રાખીને, ઈયુ એ એક વ્યૂહાત્મક અનામત બનાવવાનો પ્રસ્તાવ મૂકયો છે, જેમાં અગ્નિશામક વિમાન, તબીબી સાધનો, ઉર્જા સંસાધનો અને ખાસ કટોકટી સાધનોનો સમાવેશ થશે. આ ઉપરાંત, સરકારોને કટોકટીનો સામનો કરવા અને લોકોને સાચી માહિતી પૂરી પાડવા માટે સંકલન વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે. નિષ્ણાતો માને છે કે યુરોપ હાલમાં ઘણા જોખમોનો સામનો કરી રહૃાું છે અને તેમની અસર સમગ્ર વિશ્વ પર પડી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ ઉપરાંત, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ તણાવ, વૈશ્વિક આર્થિક મંદી અને ટેકનોલોજીકલ હુમલાઓ પણ યુરોપની સુરક્ષા માટે ગંભીર પડકારો બની ગયા છે.
આવી સ્થિતિમાં આ પગલું નાગરિકોને કટોકટી માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવાનો પ્રયાસ છે. હાલમાં, યુરોપિયન નાગરિકો આ ચેતવણીથી ચિંતિત છે અને જરૂરી વસ્તુઓ ખરીદવાનું શરૂ કરી દીધું છે.
જોકે, યુરોપીયન યુનિયને કહૃાું છે કે, આ ફક્ત એક સાવચેતીનું પગલું છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. પરંતુ વૈશ્વિક પરિસ્થિતિ જે રીતે બદલાઈ રહી છે,
તેથી તે જોવું રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં યુરોપ અને બાકીની દુનિયા આ કટોકટીનો કેવી રીતે સામનો કરે છે.
જો કોઈ એવું વિચારે છે કે તેઓ પોલેન્ડ અથવા અન્ય કોઈ સાથી દેશ પર હુમલો કરીને બચી જશે, તો તેઓ નાટોની સંપૂર્ણ તાકાતનો સામનો કરશે, નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટેએ વોર્સોમાં ચેતવણી આપી. આપણો પ્રતિભાવ વિનાશક હશે.
તેમનું આ નિવેદન યુક્રેનિયન શહેર સુમી પર રશિયન મિસાઇલ હુમલાના કલાકો બાદ આવ્યું છે, જેમાં અનેક લોકો માર્યા ગયા હતા.
તેમણે આગળ કહૃાું, વ્લાદિમીર પુતિન અને આપણા પર હુમલો કરવાનું વિચારી રહેલા બધા લોકોએ આ સ્પષ્ટપણે સમજવું જોઈએ. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ ચેતવણી રશિયા દ્વારા સંભવિત હુમલા સાથે સીધી રીતે જોડાયેલી છે કે નહીં.
યુરોપના કમિશનર ફોર પ્રિપેયર્ડનેસ એન્ડ ક્રાઈસિસ મેનેજમેન્ટ હડજા લહબીબે જણાવ્યું હતું કે યુરોપ સામેના જોખમો પહેલા કરતા વધુ જટિલ બન્યા છે. નાટોના વડા માર્ક રુટે ચેતવણી આપી હતી કે રશિયા પાસે યુરોપ પર બીજો મોટો હુમલો કરવાની ક્ષમતા છે. તેમણે કહૃાું, આપણે એ ન ભૂલવું જોઈએ કે રશિયા આપણા જોડાણ માટે સૌથી મોટો ખતરો છે અને રહેશે. રૂટે એમ પણ કહૃાું કે રશિયા હવે યુદ્ધ સમયની અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહૃાું છે, જેની સીધી અસર તેની લશ્કરી શક્તિ અને યુદ્ધ તૈયારીઓ પર પડશે.
ક્રેમલિને જાપાનના સમુદ્રમાં તેની ઉફા હુમલો સબમરીનમાંથી ક્રુઝ મિસાઇલો છોડી હતી. રશિયન રાજ્ય મીડિયાનો દાવો છે કે આ મિસાઇલોએ ખાબોરોવસ્ક ક્ષેત્રમાં ૬૨૦ માઇલ દૂર સ્થિત જમીન અને નૌકાદળના લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યું. આ દાવાઓ પર પ્રતિક્રિયા આપતા, યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયા પર હેરાફેરી અને ધમકધમકીેનો આરોપ લગાવ્યો. તેમણે કહૃાું, અમને રશિયા પર વિશ્વાસ નથી અને દુનિયા પણ તેના પર વિશ્વાસ કરતી નથી. દુઃખની વાત એ છે કે વાટાઘાટોના દિવસે પણ, આપણે જોઈ રહૃાા છીએ કે રશિયાએ તેની યુક્તિઓ શરૂ કરી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial