Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડ્રોન મારફતે કરવામાં આવ્યું સર્વેલન્સઃ
જામનગર તા.ર૮ : ભાણવડ તાલુકાના સઈ દેવરીયા ગામમાં દ્વારકા એસઓજી દ્વારા કરવામાં આવતા ડ્રોન મારફતના પેટ્રોલિંગમાં એક ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયા પછી બીજા ખેતરમાં પણ વાવેલો ગાંજો મળી આવ્યો હતો. સૂકો ગાંજો તથા ગાંજાના છોડને કબજે કરી પોલીસે બે શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઈ દેવરીયા ગામમાં દેવભૂમિ દ્વારકા એસઓજી સ્ટાફ દ્વારા ડ્રોન મારફતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે એક સ્થળે ગાંજાનું વાવેતર હોવાનું જણાઈ આવ્યું હતું.
તે પછી ધસી ગયેલી એસઓજીએ ધનજી લખમણ ગાજરોતર નામના ખેડૂતના ખેતરમાં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ગાંજાના ૧૧ છોડ મળી આવ્યા હતા. એસઓજીએ ૮૬૪૬ ગ્રામ ગાંજો તથા સૂકો ગાંજો કબજે કરી લઈ ગુન્હો નોંધ્યો છે. તે ઉપરાંત હિતેશ ઉર્ફે ભાયા હમીર પરબત ગોહિલના ખેતરમાં પણ ગાંજાનું વાવેતર અને ગાંજો સૂકવીને તેનું વેચાણ કરાતું હોવાની બાતમી પરથી દોડેલી પોલીસે ૫૮૧ ગ્રામ વજનના ગાંજાના છોડ અને ૮૯ ગ્રામ સૂકો ગાંજો કબજે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial