Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી નિમુબેન બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની ઉપસ્થિતિઃ જ્ઞાતિ પ્રમુખ હિતેશભાઈ બાંભણિયાનું આયોજનઃ
જામનગર તા. ૨૮: જામનગરમાં સમસ્ત તળપદા કોળી સમાજ (કતપરવાળા) ના પ્રમુખ હિતેશભાઈ બાંભણિયાની આગેવાનીમાં જ્ઞાતિનો દસમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા તથા જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. લગ્નગ્રંથિથી જોડાનારા જ્ઞાતિના ૧૬ દંપતીઓને કરિયાવર અપાયો હતો. અને જ્ઞાતિજનો માટે પ્રસાદનું પણ આયોજન કરાયુ હતું.
જામનગરમાં સમસ્ત કોળી તળપદા સમાજ(કતપર વાળા) દ્વારા જ્ઞાતિના પ્રમુખ હિતેશભાઈ નરશીભાઈ બાંભણીયાની આગેવાની હેઠળ નાગેશ્વર (જામનગર)માં દસમા સમૂહ લગ્નોત્સવનું તા. ૨૩.૦૩.૨૦૨૫ના સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૬ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, આ સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને અનેક વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના અનેક મહાનુભાવોએ નવ દંપતીને આશીર્વચન પાઠવ્યા હતા. સાથોસાથ જ્ઞાતિજનો માટે સમૂહપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સમસ્ત તળપદા કોળી સમાજ જામનગરના પ્રમુખ હિતેશભાઈ નરશીભાઈ બાંભણિયા દ્વારા સમસ્ત તળપદા કોળી સમાજના સમુહ લગ્ન નું છેલ્લા નવ વર્ષથી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે, અને આ વખતે સતત ૧૦ માં વર્ષે પણ જ્ઞાતિજનો માટે આ સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, અને ૧૬ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમારોહમાં નવદંપતીઓને આશીર્વચન આપવા સમારંભના અતિથિ વિશેષ તરીકે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને ભાવનગર લોકસભાના સાંસદ નિમુબેન બાંભણીયા તેમજ જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર ભાવેશભાઈ સોલંકી, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતેન્દ્રભાઈ લાલ (જીતુ લાલ), જામનગરના આહિર અગ્રણી જીતભાઈ માડમ, ગુજરાત પ્રદેશ ભાજપ સદસ્ય અશોકભાઈ ગોહિલ, નગરના કોર્પોરેટર જીતેશભાઈ શીંગાળા, જડીબેન સરવૈયા, અને દયાબેન પરમાર, અનિલભાઈ એમ. રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહૃાા હતા.
આ સમૂહ લગ્નોત્સવમાં અનેક યુવા મંડળો, મહિલા મંડળો વગેરે સ્વયંસેવકોએ સેવા આપી હતી, જે સૌનો પ્રમુખ હિતેશભાઈ બાંભણીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ લગ્ન સમારોહની સાથે સાથે જ્ઞાતિજનો અને મહેમાનો માટેના સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા.
સતત દસમા વર્ષે સફળતા પૂર્વક સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરી સમાજને સામાજિક રીતે એક સૂત્રે જોડી રાખવાનું ખરા અર્થમાં કામ કરી રહેલા પ્રમુખ હિતેશભાઈ બાંભણીયાને સર્વે આમંત્રિતો તથા નવદંપતીના પરિવારજનો વગેરેએ શુભકામનાઓ પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial