Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વૈષ્ણવ સમાજ દ્વારા નવ વિલાસ રાસનું ભવ્ય આયોજન

પુષ્ટિ સંપ્રદાયના ભજન-કીર્તન પર કીર્તનીયાઓ દ્વારા યોજાય છે મહારાસઃ

છોટીકાશી તરીકે વિખ્યાત જામનગર શહેરમાં દરેક તહેવારોને લોકો મન ભરીને માણે છે. નવરાત્રિના પાવન દિવસોમાં જામનગરની પ્રાચીન-અર્વાચીન ગરબીઓમાં પણ ઉત્સવ પ્રેમી જનતા ગરબા રમવા તેમજ જોવા માટે આતુર બની રહ્યા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નાની-મોટી ગરબીઓ થઈ રહી છે. તેવી જ રીતે પુષ્ટી સંપ્રદાય દ્વારા રણજીત સાગર રોડ પર આવેલા સેટેલાઈટ પાર્ક વિસ્તારમાં વિશાળ પટાંગણમાં નવ વિલાસ રાસનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવો આ ભવ્ય રાસનો આનંદ માણવા માટે ઉમટી પડે છે. નવ વિલાસ મહારાસમાં જામનગરની મોટી હવેલીના પ.પૂ. શ્રી વલ્લભરાયજી મહોદય, રસાદ્રરાયજી, પ્રેમાદ્રરાયજી, પરિવાર સહિત ઉપસ્થિત રહે છે. આ મહારાસનો આનંદ માણવા માટે પણ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ-બહેનો ઉમટી પડે છે. રાત્રીના ૯:૩૦ વાગ્યાથી પુષ્ટિ સંપ્રદાયના ભજન-કીર્તન પર કીર્તનીયાઓ દ્વારા આ મહારાસ યોજવામાં આવે છે. ગઈકાલે આ મહારાસમાં પ.પૂ. રસાદ્રરાયજી તથા પ્રેમાદ્રરાયજીએ ઉપસ્થિત વૈષ્ણવોને આશીર્વચન પાઠવ્યા હતાં. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh