Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ અને ભેનકવડના ૧પ૦ ખેડૂતો-માલધારીઓ દ્વારા ગૌચરની જમીનના મુદ્દે ઉપવાસ આંદોલન શરૂ

હાઈકોર્ટના આદેશને પણ અવગણ્યો હોવાની રાવ

ખંભાળિયા તા. ૮: ભાણવડ અને ભેનકવડના ૧પ૦ માલધારીઓ-ખેડૂતો દ્વારા ગૌચરના પ્રશ્ને ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. આ ગૌચરની જમીન અંગે હાઈકોર્ટના આદેશની પણ અણગણના કરાઈ હોવાની રજૂઆતો થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ભેનકવડ ગામે ૧૯પ૪ માં ખંભાળિયા ડેપ્યુટી કલેક્ટર દ્વારા ગામના ગૌચર માટે ર૬૭ એકરથી વધુ જમીન ફાળવવામાં આવી હતી. જેથી ગામના પશુપાલકો, માલધારી પશુઓ ચરાવી શકે તથા તેમના ધંધા ચાલે.

આ પછી ૧૯૯૯ માં જામનગર જિલ્લા કલેક્ટર (ત્યારે દ્વારકા જિલ્લો ન હતો) દ્વારા હુકમ કરીને આ ગૌચરની જમીન રદ્ કરવામાં આવતા ગ્રામજનોએ તેની સામે હાઈકોર્ટમાં રીટ કરતા હાઈકોર્ટ દ્વારા કલેક્ટરનો હુકમ રદ્ કરીને આ જમીન ગૌચરની ચાલુ રાખવા જણાવ્યું હોવા છતાં તેને અવગણીને ગૌચરની આ જમીનની એન્ટ્રી ના થતા ભેનકવડ ગામના ૧પ૦ જેટલા ખેડૂતો માલધારીઓએ પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરીને આ પ્રશ્ને ન્યાય મેળવવા માટે લડત શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh