Advertisement
Author: નોબત સમાચાર

ફ્રીઝ કરી નાખવામાં આવેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા અદાલતે કર્યાે આદેશ

એક આસામીએ અદાલતમાં કરી હતી ફરિયાદઃ

જામનગર તા. ૮: જામનગરના એક આસામીએ ક્રેડીટ કાર્ડ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવ્યા પછી એક બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. તે એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે અદાલતનો આશરો લેવાયો હતો. અદાલતે તે એકાઉન્ટ અનફ્રીઝ કરવા હુકમ કર્યાે છે.

જામનગરમાં જયેશ વાલાભાઈ રોશીયા તથા વિજય રૂપેશભાઈ એરડીયા ભાગીદારીમાં વેપાર કરતા હતા. જેમાંથી જયેશ રોશીયા પાસે એચડીએફસી બેંકનું ક્રેડીટ કાર્ડ હતું. તે કાર્ડ વિજય એરડીયા પણ વાપરતા હતા. તે દરમિયાન જયેશભાઈને બીલ ભરવાનો મેસેજ આવ્યો હતો.

તે બીલ અંગે વિજય એરડીયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાતા તેનો સંપર્ક થઈ શક્યો ન હતો તેથી સાયબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમે તે એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું હતું. તે એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે શામજીભાઈ નારણભાઈ પરમારે રજૂઆત કરી હતી તેમ છતાં એકાઉન્ટ ખોલી આપવામાં ન આવતા અને તેના કારણે શામજીભાઈના આર્થિક વ્યવહાર ઠપ્પ થઈ જતા તેઓએ કોર્ટમાં કોટક મહિન્દ્રા બેંક સામે કેસ કર્યાે હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરી આપવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh