Advertisement
Author: નોબત સમાચાર

એનડીસી સંસ્થા દ્વારા લોન્ચ થયો ડેઈલી જીકે ક્વિઝ પ્રોગ્રામ

જામનગર તા. ૮: એનડીસી સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓના ભણતરનો ભાર હળવો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેના જ એક ભાગરૂપે નવતર પ્રયોગ ડેઈલી જીકે ક્વિઝ બીજી ઓકટોબર ગાંધી જયંતીના દિવસે ભારતના ખ્યાતનામ ખગોળશાસ્ત્રી ડો. જે.જે. રાવલ, ગુજરાત ગણિત મંડળના અધ્યક્ષ ડો. દેવભદ્ર શાહ તથા ગુજરાતના ગૌરવ એવા ગણિતશાસ્ત્રી ડો. પી.સી. વૈદ્યના સુપુત્રી હીનાબેન વૈદ્ય દ્વારા લોન્ચ કરાયો છે.

આ પ્રોગ્રામ તદ્દન નિઃશુલ્ક અને ઓનલાઈન છે. જેમાં સમગ્ર ગુજરાતના સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અથવા ધોરણ છ થી કોલેજ સુધી ભણતા કોઈપણ નાના-મોટા દરેક વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. સૌ સરળતાથી અને હસતા-રમતા ભણી શકે તેવા ખાસ વીડિયો યુટ્યુબર જયેશ વાઘેલા પર દ્વારા અહીં તૈયાર કરીને જીકે ક્વિઝ લેવાઈ રહી છે. સામાન્ય રીતે બધા વિદ્યાર્થીઓને જનરલ નોલેજના પ્રશ્નો યાદ રાખવા અઘરા લાગતા હોય છે. ખાસ કરીને સામાજિક વિજ્ઞાન અને ઈતિહાસ-ભૂગોળમાં આવતી સાલો, નામો, સ્થળો વિગેરે. પણ જો આવડતું થાય, તો તેઓનો આત્મવિશ્વાસ પણ જોરદાર વધી જતો હોય છે.

હાલ જી કે વિષયમાં ખાસ ધોરણ ૧૦ ના સામાજિક વિજ્ઞાનના ટોપિકસ શીખવીને ક્વિઝ પૂછાઈ રહી છે. આ ક્વિઝ દરરોજ રાત્રે ૯ થી ૯-૧૦ ઓનલાઈન યુટ્યુબ ચેનલ જયેશ વાઘેલા એનડીસી માં તદ્દન ફ્રી ઉપલબ્ધ હોય છે. વધુ માહિત માટે ડેઈલી જીકે ક્વિઝ એવો વ્હોટ્સએપ મેસેજ મોબાઈલ નંબર ૯૦૩૩પપ૭૭૯૯ ઉપર કરવાથી ફ્રી મટિરીયલ્સ અને તમામ વિગતો જવાબરૂપે મોકલી આપવામાં આવશે. ટેકનોલોજીના યુગમાં શિક્ષકો અને જાગૃત વાલીઓને ખાસ અનુરોધ છે કે યુવાનોને મોબાઈલનો સાચી દિશામાં ઉપયોગ થાય અને તેઓ ફ્રી માં જ્ઞાન મેળવી શકે તે હેતુના આ પ્રોગ્રામ અંગે સૌને અચૂક માહિતગાર કરે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh