Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-પોરબંદર જિલ્લાઓમાં વર્તુ નદીના પૂર થકી થતા નુકસાન અંગે ૧પ ઓકટોબરે યોજાશે બેઠક

જામ-રાવલમાં પૂરપ્રકોપ માનવસર્જીત હોવાનો આક્ષેપઃ સી.એમ.ને રજૂઆત

ખંભાળીયા તા. ૮: તાજેતરમાં દ્વારકા જિલ્લાના જામ રાવલમાં વર્તુ-ર ડેમ તથા અન્ય ડેમોના પાણી રાવલ શહેર તથા નજીકના વિસ્તારોમાં ઘુસતા ભારે વરસાદથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હોય ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર દ્વારકા પોરબંદરને તથા મુખ્યમંત્રીને આ પ્રશ્ને આવેદનપત્ર આપીને રાવલ આસપાસ પૂર માનવસર્જીત હોવાનું તથા ડેમ મેનેજમેન્ટની બેદરકારીનો ભોગ લાખો ખેડૂતો બન્યાનું અણઘડ પાણી છોડવાથી ડેમમાંથી એક સાથે દરવાજા ખોલતા આ સમસ્યા સર્જાયાનું તથા પ્રોટેકશન વોલ તથા ખેડૂતોને પાણી શિયાળામાં આપવા માંગ કરી હતી.

જો કે સિંચાઈ વિભાગના એક અધિકારીએ જણાવેલ કે જામ રાવલ ફરતા ત્રણ ચાર ડેમો છે જેનું પાણી છલકાતા એક સાથે રાવલમાં આવતા જળ સમસ્યા થાય છે. માત્ર વર્તુ-ર ડેમથી નથી તે ઉપરાંત વર્તુ-ર ડેમ ઉપર વેરાડી-૧, વેરાડી-ર, કબરકા, વર્તુ-૧ જેવા ડેમો આવેલા હોય તે છલકાતા તથા ભાણવડ, બરડા ડુંગરનું પાણી વર્તુ-ર માં આવતા સરકારના નિયમો મુજબ દરવાજા ખોલાય છે જેનો રેકોર્ડ છે. પ્રોટેકશન દીવાલ અંગે લેખિત અરજી થયે કાર્યવાહી થશે તથા પહેલા લોકોને પીવાનું પાણી પછી સિંચાઈ અને છેલ્લે ખેડૂતો માટે નદીમાં પાણી છોડાય છે. જો કે દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ આ ગંભીર પ્રશ્ને ૧પ-૧૦ ના સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારકા-પોરબંદર સાથે ફરિયાદીની બેઠક આયોજન કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh