Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી લાખાણીમાં ખેતમજૂરી કરતા મહિલાનું મૃત્યુઃ
જામનગર તા. ૮: જામનગરના મોટી લાખાણી ગામમાં એક ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના દંપતી વચ્ચે વિખવાદ થયો હતો. પત્નીએ પિયર જવા દેવા માટે કહ્યું હતું અને પતિએ બે-ત્રણ દિવસ પછી જવાનું કહ્યું હતું. તેના કારણે ગુસ્સાના આવેગમાં આવી પત્નીએ ગઈકાલે ઝેરી દવા પી લીધી હતી. તેણીનું મૃત્યુ થયું છે.
જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં આવેલા વીરભદ્રસિંહ લાલુભા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના થોદલ ગામના વતની વાજુભાઈ પાનસીંગ બીલવાલ નામના શ્રમિકના પત્ની હત્રીબેન (ઉ.વ.રર)એ ગઈકાલે પોતાના પિયર જવા માટે પતિ સાથે વાત કરી હતી
આ વેળાએ પતિએ બે-ત્રણ દિવસ પછી પિયર જજે તેમ કહેતા હત્રીબેનને ગમ્યું ન હતું. ગુમસુમ બની ગયેલા આ પરિણીતાએ ગઈકાલે રાત્રે દસેક વાગ્યે પોતાના માતા, પિતાને ફોન કર્યા પછી અચાનક ગુસ્સે થઈ ફોનનો ઘા કરી તોડી નાખ્યા પછી આવેશમાં આવી કોઈ ઝેરી દવા પી લીધી હતી.
આ પરિણીતાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી આજે સવારે તેણીનું મૃત્યુ નિપજ્યું છે. પતિ વાજુભાઈએ પોલીસને જાણ કરી છે. પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. કરાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial