Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયેલે ૧૦૦ ફાઈટર પ્લેન દ્વારા હિઝબુલ્લાના ૧ર૦ ઠેકાણા પર એક કલાક સુધી કરી બોમ્બવર્ષા

સોમવારે કરાયેલા ૧૩ર રોકેટના હુમલાનો વળતો જવાબઃ

તેલઅવીવ તા. ૮: ઈઝરાયેલે ૧૦૦ ફાઈટર પ્લેન દ્વારા હિઝબુલ્લાના ૧ર૦ ઠેકાણાઓ પર એક કલાક સુધી બોમ્બ વરસાવતા તબાહી મચી હોવાના અહેવાલો આવી રહ્યા છે.

ઈઝરાયેલે સોમવારે હિઝબુલ્લા દ્વારા કરવામાં આવેલા ૧૩૦ નિષ્ફળ રોકેટ હુમલાનો જવાબ આપ્યો હતો અને તેના ૧૦૦ ફાઈટર પ્લેન લેબેનોનમાં લગભગ ૧ર૦ સ્થળોને નિશાન બનાવ્યા હતાં. આ વિમાનો લગભગ એક કલાક સુધી બોમ્બ ફેંકતા રહ્યા. આઈડીએફના પ્રવક્તાએ લેબનીઝ નાગરિકોને આગામી સૂચના સુધી દરિયાકિનારા પર અથવા અવલી નદીની દક્ષિણે બોટ પર રહેવાનું ટાળવા ચેતવણી જારી કરી હતી.

લેબેનોનમાં હિઝબુલ્લા સામે ઈઝરાયેલના હુમલાની લહેર ગયા વર્ષે ૭ ઓક્ટોબરના હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાની વર્ષગાંઠ પર આવી હતી, જેણે આ ક્ષેત્રમાં એક વર્ષ સુધી ચાલેલા યુદ્ધને વેગ આપ્યો હતો.

આઈડીએફ એ પણ સોમવારે જાહેરાત કરી હતી કે તેણે ઉત્તરી ઈઝરાયેલમાં એક નવું બંધ લશ્કરી ક્ષેત્ર જાહેર કર્યું છે. ભૂમધ્ય સમુદ્રથી પૂર્વ તરફ વિસ્તરેલા લેબેનોનમાં ઈઝરાયેલી ગ્રા.ન્ડ ઓપરેશનની શરૂઆત પછી આ ચોથો બંધ લશ્કરી ક્ષેત્ર છે. નવીનત્તમ હવાઈ હુમલાઓ વિશે માહિતી આપતા, આઈડીએફ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમારા વિમાનોએ દક્ષિણી મોરચાના પ્રાદેશિક એકમો, રાદવાન દળો, મિસાઈલ અને રોકેટ દળો અને ગુપ્તચર એકમો સહિત વિવિધ હિઝબુલ્લા એકમોને નિશાન બનાવ્યા હતાં.'

આઈડીએફ અનુસાર આ હવાઈ હુમલો હિઝબુલ્લાની કમાન્ડ અને કંટ્રોલ અને ફાયરીંગ ક્ષમતાઓને નષ્ટ કરવા માટે હતો. ઉપરાંત આ હવાઈ હુમલાઓ ઈઝરાયેલના ગ્રાઉન્ડ ઓપરેશનમાં સામેલ સૈનિકોને તેમના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યા હતાં. એક તરફ ઈઝરાયેલમાં ૭ ઓકટોબરના હુમલાની વરસી પર શોકસભાઓ ચાલી રહી હતી અને બીજી તરફ તેની સેના અનેક મોરચે લડી રહી હતી. ઈઝરાયેલે લેબનોનમાં તેની ગ્રાઉન્ડ કામગીરીનો વિસ્તાર કર્યો અને આઈડીએફનું થર્ડ ડિવિઝન પણ યુદ્ધમાં જોડાયું.

હમાસે ઓક્ટોબર ૭ ના હુમલાના શોક માટે ઈઝરાયેલમાં સ્મારક કાર્યક્રમોને નિશાન બનાવીને રોકેટ છોડ્યા હતાં અને ઈઝરાયેલ સામે યુદ્ધ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી, જો કે ગાઝામાં ૧ર મહિનાના વિનાશક ઈઝરાયેલી આક્રમણને કારણે હમાસની રોકેટ ફાયર કરવાની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગાઝા યુદ્ધમાં લગભગ ૪ર,૦૦૦ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલ સમય સમય પર કહે છે કે તેણે ગાઝામાં હમાસને અસરકારક રીતે હરાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh