Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બહારના લોકો રાશનનો જથ્થો ખરીદતા હોવાની બાતી મળતા
ખંભાળિયાતા. ૮: ખંભાળિયાના ફોટ ગામેથી સાડાચાર હજાર કિલોગ્રામ શંકાસ્પદ અનાજનો જથ્થો ભરેલી બે બોલેરો જીપ પકડાતા તપાસ શરૂ કરાઈ છે.
ખંભાળિયા તાલુકાના ફોટ ગામ તથા નજીકના ગામોમાં વાજબીભાવની દુકાનોમાં વેંચાતા અનાજનો જથ્થો લોકો બહારથી આવી ખરીદતા હોવાની બાતમી ઉપરથી ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા મામલતદાર વિક્રમ વરૂ તથા તેમની ટીમે ચેકીંગ કરતા બે બોલેરો જીપ ભરીને શંકાસ્પદ જથ્થો ૩૦૦૦ કિલો ચોખા તથા ૧પ૦૦ કિલો ઘઉંનો જથ્થો પકડીને ખંભાળિયા પુરવઠાના ગોડાઉનમાં મૂકીને આ જથ્થો લઈને જનારા સામે તપાસની કાર્યવાહી હાથ ધરતા ભારે ચર્ચા જાગી છે.
આ જથ્થો ક્યાંથી આવ્યો તથા કોને ત્યાં લઈ જવાનો છે તે અંગે મામલતદાર વરૂએ તપાસ હાથ ધરી છે.
જો કે, ચર્ચાની વિગતો મુજબ રાજસ્થાન તરફના લોકો બાઈકમાં બન્ને બાજુ મોટા બોક્સ પેટી લઈને ઘેર-ઘેર ફળીને વાજબીભાવની દુકાનોમાંથી સસ્તા ભાવે મળતા અનાજનો જથ્થો થોડો ઊંચો ભાવ આપીને ખરીદીને સ્ટોક કરીને લઈ જતા હોવાનું પણ બહાર આવ્યું છે. ગ્રામ્ય પંથકમાં ચોખા (ભાત) ખાવાનું ચલણ ના હોય, રેશન કાર્ડમાં આવતો ચોખાનો જથ્થો મોટા પ્રમાણમાં લોકો વેંચી નાખે છે. આ બાબતે પુરવઠા તંત્ર દ્વારા પણ ઊંડી તપાસ હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial