Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: જામનગરમાં ચોતરફ સોસાયટી વિસ્તારો વધી રહ્યા છે અને ત્યાં આંતર માળખાકીય સુવિધાઓ પણ વિસ્તારાઈ રહી છે. આમ છતાં કેટલાક વિસ્તારોમાં મૂળભૂત જરૂરિયાતો તથા સેવાઓને લઈને વિવિધ પ્રશ્નો તથા ફરિયાદો થતી રહેતી હોય છે. ખાસ કરીને ભૂગર્ભ ગટર, પીવાનું પાણી, માર્ગો, સ્ટ્રીટલાઈટ તથા વીજળીના ધાંધીયાની ફરિયાદો રહેતી હોય છે.
આ જ પ્રકારની કેટલીક ફરિયાદો તથા પ્રશ્નોને લઈને દરેડની આજુબાજુ વિસ્તરેલા જામનગરના સોસાયટી વિસ્તારોના રહેવાસીઓ તથા લોકલ અગ્રણીઓ મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના નગરજનોએ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચીને અધિકારીઓ-પદાધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હતી અને લોકોને કેટલીક સુવિધાઓના અભાવે પડતી મુશ્કેલીઓની વેદના વ્યકત કરી હતી. રજુઆતો સાંભળ્યા પછી મનપાના તંત્ર દ્વારા પ્રતિનિધિમંડળોને આ તમામ રજુઆતો સંદર્ભે તત્કાળ કદમ ઉઠાવીને યોગ્ય વ્યવસ્થાઓ કરવાની હૈયાધારણા અપાઈ હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial