Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પેઢીના રૂ.અઢી લાખના ચેક પરતના કેસમાં એક વર્ષની કેદસજા

અન્ય એક કેસમાં પણ ફટકારવામાં આવી સજાઃ

જામનગર તા. ૮: જામનગરમાં પેઢી ચલાવતા એક આસામીએ રૂ.અઢી લાખના ચેક પરતની કરેલી ફરિયાદમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્ર્યાે છે. જ્યારે એક ફાયનાન્સ પેેઢીએ મોરબીના શખ્સ સામે કરેલી ચેક પરતની ફરિયાદમાં પણ એક વર્ષની સજા આપવામાં આવી છે.

જામનગરમાં સિદ્ધનાથ ટ્રેડીંગ નામની પેઢી ચલાવતા લક્ષ્મીદાસ કલ્યાણજી શેઠીયા પાસેથી ગુજરાત સ્ટીલ નામની પેઢી ચલાવતા રફીક હાસમભાઈએ સ્ક્રેપ ખરીદ્યા પછી બાકી રહેતી અઢી લાખની રકમ ચૂકવવા ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. અદાલતે રફીક હાસમને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેક મુજબની રકમનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ નયન કનખરા, કપિલ વશીયર રોકાયા હતા.

જામનગરમાં ચોલા મંડલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કંપની પાસેથી મોરબીના રમેશ સનુરા નામના શખ્સે બુલેટ લેવા માટે લોન મેળવ્યા પછી બાકી રહેતી રકમ રૂ.૬૨,૨૯૪ ભરપાઈ કરવા ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાથી પરત ફરતા જામનગર કોર્ટમાં તેની ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા ફરમાવાઈ છે. ફરિયાદી કંપની તરફથી વકીલ કે.એન. ચાવડા, સુનિલ ચાવડા, એ.વી. રાઠોડ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh