Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિવારે લેવા આવવાનો ઈન્કાર કર્યાે:
જામનગર તા. ૮: જામનગરના આપણું ઘર વૃદ્ધાશ્રમમાં આવી ચઢેલા એક વૃદ્ધા ત્યાં રહેતા અન્ય વૃદ્ધને પરેશાન કરતા હોવાની વિગત મળતા દોડેલી પોલીસે માનસિક બીમારીથી પીડાતા આ વૃદ્ધાના પરિવારને જાણ કરી હતી. તેનો પરિવાર લેવા ન આવતા આ વૃદ્ધાને સારવાર માટે જી.જી. હોસ્પિટલ લઈ જવાયા છે.
જામનગરના ૫ંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા આપણું ઘર નામના વૃદ્ધાશ્રમમાં એક વૃદ્ધા આશરો મેળવવા માટે શુક્રવારે આવ્યા હતા. જ્યાં તેઓ પોતાની સાથે રહેતા અન્યને નુકસાન પહોેંચાડતા હોવાની વિગત પોલીસને અપાતા પીઆઈ એમ.એન. શેખની સૂચનાથી મહિલા પોલીસ કર્મચારી રીનાબેન, જયશ્રીબેન વગેરે સ્ટાફ ત્યાં પહોંચ્યા હતા.
આ વૃદ્ધાની પૂછપરછ કરાતા તેણી માનસિક અસ્થિર હોવાનુું જણાઈ આવ્યું હતું. તેણીના પરિવાર સાથે વાતચીત કરાતા આ વૃદ્ધાના પરિવારજનો તેણીને તેડી જવા માટે તૈયાર થયા ન હતા તેથી આ વૃદ્ધાને જી.જી. હોસ્પિટલના માનસિક સારવારના વિભાગમાં લઈ જવાયા હતા અને બિનવારસુ વોર્ડમાં દાખલ કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial