Advertisement
Author: નોબત સમાચાર

ફૂલઝર નદીમાંં ન્હાવા ઉતરેલા તરૂણનું ડૂબી જવાથી મૃત્યુ

સીડી પરથી પડી જતાં શ્રમિક પર કાળનો પંજોઃ જોડિયામાં રખડતી હાલતમાં જીવતા વૃદ્ધાનું મોતઃ

જામનગર તા. ૮: કાલાવડના ખંઢેરા ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મહિસાગર જિલ્લાના વતની શ્રમિકનો નવ વર્ષનો પુત્ર રવિવારે ફૂલઝર નદીમાં ન્હાવા માટે ઉતર્યા પછી ઉંડાણમાં ડૂબી ગયો હતો. તેનો મૃતદેહ ગઈકાલે નદીમાંથી સાંપડયો છે. જ્યારે એક પેટ્રોલપંપમાં કલરકામ કરતી વખતે સીડી પરથી લપસી પડેલા પરપ્રાંતિય શ્રમિકનું માથામાં ઈજા થવાથી મૃત્યુ થયું છે. જોડિયામાં દસેક  વર્ષથી રખડતુ ભટકતુ જીવન જીવતા એક અજાણ્યા વૃદ્ધા બેભાન હાલતમાં રોડ પરથી મળી આવ્યા પછી સારવારમાં મૃત્યુ પામ્યા છે.

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં વિજયભાઈ નારણભાઈ સાંગાણી નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મહિ સાગર જિલ્લાના સંંતરામપુર તાલુકાના ડોળી ગામના વતની અરવિંદભાઈ અખમભાઈ ડામોર નામના આદિવાસી યુવાનનો નવ વર્ષનો પુત્ર યુવરાજ રવિવારે બપોરે બારેક વાગ્યે વિજયભાઈના ખેતર નજીક આવેલી ફૂલઝર નદીમાં ન્હાવા માટે ઉતર્યાે હતો.

કોઈ રીતે આ તરૂણ નદીના ઉંડાણવાળા ભાગમાં પહોંચ્યા પછી તેમાં ગરકાવ થઈ જતાં કાંંઠા પર હાજર લોકોએ આ બાળકની શોધખોળ શરૂ કરી હતી. જેમાં ગઈકાલે સવારે યુવરાજનો મૃતદેહ પાણીના ઉંડાણમાંથી મળી આવ્યો છે. અરવિંદભાઈએ પોલીસને જાણ કરી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલી દેવકૃપા હોટલ સામે ભારત પેટ્રોલ પંપમાં ચાલી રહેલા કલરકામ સ્થળે મૂળ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના અજયગઢ તાલુકાના વતની અને હાલમાં રાજકોટના નવાગામમાં રહેતા શાહરૂખખાન મુસ્તાકખાન (ઉ.વ.ર૮) નામના શ્રમિક કામ માટે આવ્યા હતા.

તેઓ ગયા શનિવારે રાત્રે કલરકામ માટે સીડી પર ચઢ્યા હતા. ત્યાંંથી કોઈ રીતે પગ લપસી જતા આ યુવાન પટકાઈ પડયા હતા. માથામાં ગંંભીર ઈજા પામેલા શાહરૂખ ખાનનું મૃત્યુ નિપજ્યું છે. તેની સાથે કામ કરતા ઝબ્બારખાન જમાલખાન પઠાણે પોલીસને જાણ કરી છે.

જોડિયા શહેરમાં આવેલા ચાર ચોકથી બસ સ્ટેન્ડ તરફ જવાના રસ્તા પર એડવોકેટની ઓફિસ પાસે રવિવારે બપોરે એક અજાણ્યા મહિલા બેશુદ્ધ જેવી હાલતમાં જોવા મળતા જેઠાલાલ રણછોડભાઈ અઘેરાએ તેઓને સારવાર માટે જોડિયા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં આ વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યંુ છે. સાંંઈઠેક વર્ષના લાગતા આ વૃદ્ધા જોડિયામાં દસેક વર્ષથી રખડતુ ભટકતુ જીવન જીવતા હોવાનું જાણવા મળ્યંુ છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh