Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અસહ્ય ગરમી-બફારાથી લોકો ત્રસ્તઃ

જામનગર તા. ૮: જામનગરમાં ઠંડી અને ગરમીભર્યા મિશ્ર વાતાવરણ વચ્ચે હાલ તાપમાનમાં પણ વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે.

જામનગરમાં મંગળવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી અને અડધો ડીગ્રી વધીને લઘુતમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહ્યું હતું. તાપમાનમાં થયેલા વધારા અને ભેજનું પ્રમાણ વધુ રહેતા તેમજ પવનની ગતિ પણ ઓછી રહેતા ગરમી અને બફારાના ડબલ એટેકથી જનતાને ગઈકાલે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh