Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટેલ કાળા તેજા વાઘેલા ચેરી. ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૮: જામનગરમાં લાલવાડી, જાગનાથ મહાદેવ મંદિર સામે આવેલ વાઘેલા વંશના કુળદેવીના મઢ પટેલ કાળા તેજા વાઘેલા ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર દ્વારા શરદિય નવરાત્રિ મહોત્સવ, અષ્ટમીના હવન અને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ ૧૦ ઓક્ટોબર અને શુક્રવારે સવારે ૭ થી ૧૦ સુધી અષ્ટમીના હવનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૧ ના સવારે ૧૦-૩૦ થી ૧ર-૩૦ સુધી ટ્રસ્ટ સંસ્થાની ધાર્મિક જગ્યા સ્થળે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે ૧ર-૩૦ કલાકે મહાપ્રસાદ તથા સાંજે ૬-૩૦ થી ૮-૩૦ સુધીના પરિવારજનોના નિવેદ્યનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા કુળદેવીના ભૂવા જેઠાલાલ નારણભાઈ વાઘેલા અને પ્રમુખ નવીનચંદ્ર ભીમજીભાઈ વાઘેલાએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial