Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં તા. ૧૭, ર૩ અને ર૪ નવેમ્બરે ખાસ મતદારયાદી સુધારણા ઝુંબેશઃ ૩૭૬૮ મતદારો ઉમેરાયા

ત્રણ બુથના નામ બદલાવવા મંજુરી મંગાઈઃ ર૭ સ્થળ ફેરફાર

ખંભાળિયા તા.   ૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૭૬૮ મતદારો ઉમેરાયા છે અને ર૭ બુથમાં સ્થળ ફેરફાર તથા ૩ બુથમાં નામ ફેરફાર માટે ચૂંટણી પંચની મંજુરી મંગાઈ છે. આગામી તા. ૧૭ નવેમ્બર તથા તા. ર૩ અને ર૪ નવેમ્બરના મતદારયાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત સુધારણા મતદારયાદી અંતર્ગત જાહેર થયેલા આંકડા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ ૩૭૬૮ મતદારોનો ઉમેરો થયો છે. આ સાથે ર૭ પોલિંગ સ્ટેશન બદલાયા તેમજ ૩ ના નામ બદલ્યા છે. જેની ચૂંટણી પંચની મંજુરી માગવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. સતત સુધારણા દરમિયાન મતદાર યાદીમાં નવા ઉમેરાયેલા નામ સાથે ૩૩૧૭ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે.

આમ જિલ્લામાં કોઈપણ નવા બુથનો ઉમેરો થયેલ નથી. હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૧, ખંભાળિયા વિધાનસભામાં ૩ર૭ અને ૮ર દ્વારકા વિધાનસભામાં ૩૦૭ આમ કુલ ૬૩૪ મતદાન મથકો આવેલ છે. ઘણાંખરા એવા બુથ છે જેના નામમાં ફેરફાર કરવાની જરૂર છે. આવા ૩ બુથમાં ફેરફાર કરાયા છે.

આ ઉપરાંત જ્યાં પોલિંગ સ્ટેશનોછે તે પૈકીના ર૭ પોલિંગ સ્ટેશનો અન્ય સ્થળો બદલવા એટલે કે લોકેશન ચેન્જ કરવા માટેની પણ દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારી કરાઈ છે. ઉમેરા અને ફેરબદલ માટે રાજ્યના ચૂંટણી પંચની મંજુરી મેળવવામાં આવશે.

આગામી દિવસોમાં મતદારયાદીમાં નામ નોંધાવવા, નામ-સરનામા, અટક વગેરે બાબતોમાં ફેરફાર કરવા સહિતની આ કામગીરી દરમિયાન નાગરિકોને પોતાના ઘરની નજીક જ આ કામ થઈ શકે તે માટે તા. ૧૭-૧૧-ર૦ર૪ (રવિવાર), તા. ર૩-૧૧-ર૦ર૪ (શનિવાર) અને તા. ર૪-૧૧-ર૦ર૪ (રવિવાર) ના ખાસ ઝુંબેશ રાખવામાં આવશે અને ત્યારે જે તે નાગરિકના ઘરની નજીક આવેલા મતદાન મથકે સવારે ૧૦ થી સાંજના પ વાગ્યા સુધી બી.એલ.ઓ. દ્વારા મતદારયાદીમાં નવા નામ દાખલ કરવા, કમી કરવા, સુધારા-વધારા વગેરેની પ્રક્રિયા કરી શકાશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh