Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિખ્યાત કલાકારો દ્વારા ગરબાની રમઝટઃ
ખંભાળીયા તા. ૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ (ગાંધવી)માં નવરાત્રિ શક્તિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજીત તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત આ શક્તિ પર્વમાં વિખ્યાત કલાકારો દ્વારા ગરબા પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં, જેના તાલે ભાવિકો ગરબે ઝુમ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતાં હરસિદ્ધિ માતાજી મંદિરના સાંનિધ્યમાં ગાંધવી ગામે એસો સુદ બીજ અને શુક્રવારના દિવસે યોજાયેલ આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ન્યાયલયના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ એસ.વી. વ્યાસ, પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણિયા, પ્રાંત અધિકારી, ડીવાયએસપી અને અધિકારીઓ ઉપરાંત જિલ્લા પંચાયતના હોદ્દેદારો, અગ્રણીઓ, સ્થાનિક મહાનુભાવોએ માતાજીની ભક્તિમય આરતી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ મંદિરના મુખ્ય પૂજારી સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ કલાકારો ફરીદાબેન મીર અને સરસ્વતીબેન હિરપરા અને સંગીતવૃંદ દ્વારા ગરબા રજુ કરવામાં આવ્યા હતાં, જેના તાલે ગામની બાલિકાઓ, મહિલાઓ અને ગ્રામજનો ગરબે ઝુમ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial