Advertisement
Author: નોબત સમાચાર

જામવણંથલીથી ઊંડ-૧ ડેમ સુધીના પુલિયાનું ધોવાણઃ સત્વરે મરામત કરાવો

ગ્રામપંચાયતના અગ્રણીની ડી.ડી.ઓ.ને રજૂઆતઃ

જામનગર તા. ૮: જામનગર તાલુકામાં જામવણંથલીથી ઊંડ-૧ ડેમ સુધીના એપ્રોચ રોડમાં નબળી કામગીરી થવાથી વરસાદના કારણે પુલિયા ધોવાઈ ગયા છે. જેની મરામત કામગીરી તાત્કાલિક શરૂ કરવી જોઈએ.

તમાચણ ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રામજીભાઈ ગોવિંદભાઈ મકવાણાએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત જામવણંથલીથી ઊંડ-૧ ડેમ સુધી રોડનું કામ સાતેક માસ ચાલ્યું હતું, અને ગત ઓગસ્ટ માસમાં જ કામ પૂર્ણ થયું હતું. આ કામ જુનાગઢના જે.બી. કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું હતું. આ રોડમાં છ થી સાત પાઈપવાળા પુલિયા છે.

હલકી ગુણવત્તાવાળું કામ થયું છે. પીસીસી કરવામાં આવ્યું નથી. પાઈપ પણ નબળી ગુણવત્તાવાળા ઉપયોગ થયો છે. આથી તાજેતરમાં ભારે વરસાદમાં પુલિયાનું ધોવાણ થઈ ગયું. આમ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કામ શરૂ થયું ત્યારથી અનેક ઉચ્ચ અધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. સામૂહિક ભ્રષ્ટાચાર થયો હોવાની પૂરી આશંકા છે.

આ માર્ગ એટલો ખરાબ થયો છે કે, એસટી બસ પણ ચાલી શકે તેમ નથી. આથી સત્વરે મરામત કામગીરી હાથ ધરવી જોઈએ.

જો આ કામ શરૂ નહીં થાય તો આગામી તા. રર-૧૦-ર૦ર૪ ના જિલ્લા પંચાયતના પટાંગણમાં આત્મવિલોપન કરવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh