Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ર૧ ટાપુઓ પર પૂર્વ મંજુરી વગર પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાયો

અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમોને ધ્યાને લઈ

ખંભાળિયા તા. ૮: દેવભૂમિ દ્વારા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરબાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં ર૪ ટાપુઓ આવેલા છે, જે ટાપુઓમાંથી માત્ર ર ટાપુઓ પર માનવ વસતિ વસવાટ કરે છે, જ્યારે રર ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે તા. ૧૯-૧ર-૧૬ ના સુધારા જાહેરનામામાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રદ્ધાળુઓ અવરજવર કરતા હોય છે.

આ શ્રદ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છૂપાવે તેની શક્યતા નકારી શકાય નહીં. ત્રાસવાદી જુથો, સંગઠનો દ્વારા દેશના મહત્ત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્ત્વના ધાર્મિક સ્થાનો, ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શક્યતા રહેલી છે. આવી પ્રવૃત્તિઓના કારણે જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જિલ્લામાં આવેલ ર૧ ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (ર) ગાંધી ચોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (પ) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ, (૧૦) ભૈદર ટાપુ, (૧૧) ચાંક ટાપુ, (૧ર) ધબધબો (દરદબો) ટાપુ, (૧૩) દીવડી ટાપુ, (૧૪) સામિયાણી ટાપુ, (૧પ) નોફ ટાપુ, (૧૬) માન મરૂડી ટાપુ, (૧૭) લેફા અરૂડી ટાપુ, (૧૮) લંધા મરૂડી ટાપુ, (૧૯) કોઠાનું જંગલ ટાપુ, (ર૦) ખારા મીઠા ચૂષ્ણા ટાપુ, (ર૧) કુડચલી ટાપું ઉપર જે તે ટાપુની મહેસુલી હકૃમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા. ૩૦-૧૧-ર૦ર૪ સુધી અમલમાં રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh