Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષ્ણની કર્મભૂમિ અને ગાંધીજીની જન્મભૂમિને આ માટે રેલવે લાયક ગણતું નથી?
જામનગર તા. ૭: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આગામી જાન્યુઆરીથી મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ માટે રેલવે ૮૦ ટ્રેનો દોડાવનાર છે. તેમાંય સુરત, અમદાવાદ અને રાજકોટનો સમાવેશ થાય છે, પરંતુ જામનગરને 'જય શ્રીકૃષ્ણ' એટલે કે કોઈ ટ્રેન સુવિધા નહીં.
કેન્દ્ર સરકારના ભારતીય રેલવે દ્વારા રાબેતામુજબ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરને કુંભ મેળાની સ્પે. ટ્રેન માટે સુપાત્ર ગણવામાં આવતા થી. આ વિસ્તારના શ્રદ્ધાળુઓને પવિત્ર કુંભ સ્નાનનો લાભ મળે તેવું લોકો ઈચ્છી રહ્યા છે, પરંતુ રેલવેનું તંત્ર તેને સુપાત્ર ગણતું નથી.
આગામી જાન્યુઆરીથી પ્રયાગરાજમાં કુંભ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ માટે રેલવે દ્વારા કુલ ૧૧ સ્પે. ટ્રેનોના ૮૦ ફેરા કરવામાં આવનાર છે. તેમાં અમદાવાદ, સુરત અને રાજકોટના શ્રદ્ધાળુઓને પણ આ સ્પે. ટ્રેનનો લાભ મળશે, પરંતુ પોરબંદર, દ્વારકા, જામનગર માટે કોઈ ટ્રેન ફાળવણી કરવામાં આવી નથી.
આમ હાલાર પંથક સામે રેલવેએ વધુ એક વખત અન્યાય કર્યો છે. તેમ જામનગર રિજિયન પેસેન્જર્સ એસો.ના માનદ્ મંત્રી ચંદ્રવદનભાઈ પંડ્યાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial