Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: અધિક્ષક ડાકઘર, જામનગર વિભાગ, જામનગર દ્વારા પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ, રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સના કાર્ય માટે ડાઈરેકટ એજન્ટની પસંદગી કરવાના હેતુસર વોક ઈન ઈન્ટરવ્યૂનું તા.ર૮-૧૦-ર૪ ના સવારે ૧૧ કલાકે અધિક્ષક ડાકઘરની કચેરી, બીજા માળે, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, ચાંદી બજાર, જામનગરમાં આયોજન કરવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ધોરણ ૧૦ પાસ કરેલ હોય તેવા ઉમેદવાર અને શહેરી વિસ્તારમાં રહેતા ધો. ૧ર પાસ ઉમેદવારે નિર્ધારિત તારીખે અને સમયે પોતાના બાયોડેટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ તેની પ્રમાણિત નકલો અને બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ ઉપર જણાવેલ તારીખે અને સમયે હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત, પીઆઈએઈ, આરપીએલઆઈના કાર્ય માટે ફિલ્ડ ઓફિસરની પણ નિમણૂક કરવાની છે. જેના માટે કોઈપણ રીટાયર્ડ સરકારી કર્મચારી ૬પ વર્ષની વયમર્યાદામાં અરજી કરી શકે છે. તો ઈચ્છુક વ્યક્તિઓએ ઉપરોકત દર્શાવેલ તારીખે પોતાના રિટાયરમેન્ટના પુરાવા, આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ તેની પ્રમાણિત નકલો અને પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ સાથે હાજર રહેવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial