Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૬૧૦ જોડાણમાંંથી ૮૫ જોડાણમાં મળી ગેરરીતિઃ
જામનગર તા. ૮: જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા ગઈકાલથી વધુ એક વખત વીજ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે જામનગર શહેરના અમૂક વિસ્તાર તેમજ ખંંભાળિયા અને ભાણવડ શહેરમાંથી રૂ.૩૮ લાખ ૧૫ હજારની વીજ ચોકી પકડી પાડવામાંં આવી છે.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરી ડામવા માટે બેએક સપ્તાહ પછી ફરીથી વીજ ચેકીંગનો દૌર શરૂ કરવામાંં આવ્યો છે. ગઈકાલે સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની ૪૧ ટૂકડીઓએ જામનગર શહેર ઉપરાંત ખંભાળિયા અને ભાણવડ શહેરમાં વીજ ચેકીંગ કર્યું હતું.
ગઈકાલે સવારથી જામનગર શહેરના ગુલાબનગર, સુભાષબ્રિજ, ખોજાનાકા, ટીટોડી વાડી, અકબરશા ચોક, મચ્છરનગર, મોમાઈનગર, બેડી, ગાંંધીનગર વગેરે વિસ્તારમાં ધોેંસ બોલાવી હતી. જ્યારે કેટલીક ટૂકડીઓ દ્વારકા જિલ્લાના ભાણવડ તથા ખંંભાળિયામાં પહોંચી હતી.
આ ટૂકડીઓએ કુલ ૬૧૦ વીજજોડાણ ચકાસ્યા હતા. જેમાંથી ૮૫ જોડાણમાં ગેરરીતિ મળી આવતા તેના ધારકોને રૂ.૩૮ લાખ ૧પ હજારના પુરવણી બીલ આપવામાં આવ્યા હતા. આ ટૂકડીઓની સાથે સ્થાનિક પોલીસના સાત જવાન અને વીસ એક્સ આર્મીમેન સુરક્ષા માટે જોડવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial