Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જાગનાથ પાર્કમાં બાળાઓ માટે ગરબી

વિકસતા નવા વિસ્તારમાં પ્રાચીન પરંપરાનો શુભારંભ

જામનગરમાં અન્નપૂર્ણા ચોક નજીક મહાપ્રભુજીની બેઠક તરફ જતાં માર્ગે આવેલ જાગનાથ પાર્ક સોસાયટીમાં નાની બાળાઓ માટે ગરબીનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. શહેરનાં નવા વિકસતા વિસ્તારમાં આવેલ આ સોસાયટીમાં પ્રાચીન ગરબીની પરંપરાનો શુભારંભ થયો છે એમ કહી શકાય. સ્થાનિકો દ્વારા ઉત્સાહભેર સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ૧ર થી વધુ બાળાઓ અહીં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. નાનકડું આયોજન પ્રાચીન ગરબીની ભવ્ય પરંપરાનો સંલગ્ન હોય સ્થાનિકોમાં ઉમંગ અને ખુશી જોવા મળી રહ્યા છે તેમજ આગામી વર્ષાેમાં પણ આ પરંપરા આગળ વધારવા સ્થાનિકો પ્રતિબદ્ધ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh