Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવ ફરતે નવી દીવાલનું કામ નબળું થઈ રહ્યું છેઃ
જામનગર તા. ૮: જામનગરમાં તળાવની ફરતે ૩પ થી ૪૦ વર્ષ જુની દીવાલ તોડીને ત્યાં નવી દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જે કામ નબળું થતું હોવાની મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના કોંગ્રેસના કોર્પોરેટર અને મહાનગર પાલિકાના વિપક્ષના દંડક સમજુબેન પારીયાએ આ ફરિયાદમાં જણાવ્યું કે તળાવની પાળે બ્યુટિફીકેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં દીવાલ બનાવવા માટે ૭ થી ૮ ફૂટનું જમીનમાં ખોદકામ કરી પાયો ભરવાના બદલે એક ઈંચ પણ ખોદકામ વગર માત્ર પોપીંગ ભરી દીવાલ બનાવાઈ રહી છે જેમાં કોન્ટ્રાકટર-અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આથી કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવા જોઈએ, જરૂર પડ્યે જનતાને સાથે રાખી કામ બંધ કરાવાશે તેમ પણ ચિમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial