Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જય ભવાની કુમારીકા ગરબી મંડળમાં લાઉડસ્પીકરના ઘોંઘાટ વગર માતાજીની સ્તુતિ
જામનગર તા. ૮: છોટીકાશી કહેવાતા જામનગરમાં અનેક પ્રાચીન ગરબીઓ દાયકાઓ પછી પણ પોતાની પરંપરા અકબંધ રાખી વર્તમાનમાં પણ યોજાઈ રહી છે. સેતાવાડ નજીક મણિયાર શેરીમાં શ્રી ભવાની માતાના મંદિરના સાંનિધ્યમાં પણ ૮૦ વર્ષથી પ્રાચીન ગરબી યોજાઈ છે.
શ્રી ભવાની કુમારીકા ગરબી મંડળ આયોજીત પ્રાચીન ગરબીમાં કોઈ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવતો નથી. નવરાત્રિ દરમ્યાન પહેલા પુરૂષો ભવાની માતાના મંદિરે છંદો ગાય છે એ પછી બાળાઓ ગરબી રમે છે. બાળાઓ રમતા રમતા ગરબા ગાય છે અને ઝીલે છે. જે તેમને નવરાત્રિ પહેલા એક મહિનો તાલીમ આપવામાં આવે છે.
સેતાવાડ વિસ્તારમાં મણિયાર શેરીનાં સ્થાનિકો એકપરિવારની જેમ દર વર્ષે આ નવરાત્રિનું આયોજન કરે છે અને બધા વિવિધ જવાબદારી ઉપાડી લે છે. યુવાનો મંડપ-લાઈટ ડેકોરેશન વગેરેની વ્યવસ્થા કરે છે. પ્રતિદિન માતાજીનો શણગાર મુંજાલ ભરતભાઈ સોની (એમ.જે. સોની) દ્વારા કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial