Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આરએસએસના સ્થાપના દિને ઉજવાશે વિજ્યાદશમી પર્વઃ ચાર હજારથી વધુ સ્વયંસેવકો જોડાશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેની ઉપસ્થિતિમાં

જામનગર તા. ૮: જામનગરમાં તારીખ ૧ર ઓક્ટોબરને શનિવારે આરએસએસના સ્થાપના દિને વિજ્યાદશમીનું પર્વ સહકાર્યવાહ દત્તાત્રેયજી હોસબાલેની ઉપસ્થિતિમાં યોજાશે.

૧૯રપ વિજ્યાદશમીના દિવસે આરએસએસની સ્થાપના થઈ હતી. ૧ર-૧૦-ર૦ર૪, શનિવારે સાંજે પ-૩૦ થી ૭, સત્યસાઈ શાળાના રમતગમત મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જામનગર જિલ્લાનો વિજ્યાદશમી ઉત્સવ રહેવાનો છે. આ વખતે આરએસએસના સહકાર્યવાહ દત્તત્રેયજી હોસબાલેની ઉપસ્થિતિમાં આ ઉત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં આવવા માટે ગણવેશ સાથે ઉપસ્થિત રહેવા માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયેલું છે.

જામનગર જિલ્લાના એટલે કે દેવભૂમિ દ્વારકા,જામનગર ગ્રામ્ય, જામનગર શહેરના ૩૦૦ થી વધુ ગામોમાંથી અને નગર અને શહેરના ૧૦૦ થી વધુ વસતિ એટલે કે વિસ્તારમાંથી ૪૦૦૦ થી વધુ સ્વયંસેવકો ગણવેશ સાથે ઉપસ્થિત રહેશે.

આ સાથે સંઘમાં માતૃશક્તિને જોડવા માટે પણ પ્રયાસ થઈ રહ્યો છે. ૧૦૦૦ માતૃશક્તિ દ્વારા ૩૦૦૦ થી વધુ પરિવાર આ કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહેશે તેવા પ્રયાસ થઈ રહ્યા છે.

જામનગર શહેર અને જિલ્લાના કલા, રમતગમત, સામાજિક કાર્યકર્તા, સેવાકીય સંસ્થાઓ, ડોક્ટર્સ, ઈન્જિનિયર્સ, બિલ્ડર, ઉદ્યોગકારો, લેખક, અધિવક્તાઓ વગેરે શ્રેણીના ૧૦૦૦ થી વધુ વિશેષ લોકો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે અતિથિવિશેષ તરીકે પ.પૂ. આચાર્ય શ્રી કૃષ્ણમણિ મહારાજ (શ્રી પ નવતનપુરી ધામ-ખીજડા મંદિર, જામનગર) ઉપસ્થિત રહેવાના છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh