Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરિયાણા-જમ્મુ-કાશ્મીર ચૂંટણીની મતગણતરીની સાથે સાથે
મુંબઈ તા. ૮: આજે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાઓની ચૂંટણી પછી મતગણતરી શરૂ થયા પછી પ્રારંભમાં ધબડકા પછી ચિત્ર સ્પષ્ટ થતું ગયું તેમ ઉતાર-ચઢાવ પછી આ લખાય છે ત્યારે, શેરબજારમાં તેજી આવી ગઈ હતી.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. જો આપણે અત્યાર સુધીના રૂઝાન પર નજર કરીએ તો, જ્યારે શરૂઆતમાં ભાજપ હરિયાણામાં નુકસાનનો સામનો કરી રહ્યું હોય તેવું લાગતું હતું, ત્યારે અચાનક કોંગ્રેસ અને ભાજપે વેગ પકડવાનું શરૃં કર્યું. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે. દેશના બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે અને તેની મુવમેન્ટ બદલાતી જોવા મળી રહી છે.
ચૂંટણી પરિણામના દિવસે, સેન્સેકસ પહેલા લાલ નિશાન પર નજીકના ઘટાડા સાથે ખુલ્યો હતો અને ધબડકો થયો હતો, પરંતુ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં થોડા સમય પછી તેણે વેગ પકડ્યો હતો અને ૪પ૦ થી વધુ પોઈન્ટ્સ ઉછળ્યો હતો.
શેરબજારમાં આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪પ૦ પોઈન્ટ જ્યારે નિફટી ર૦૦ પોઈન્ટ સુધી ઉછળ્યો છે. બીએસઈમાં ટ્રેડેડ ૩૭૬પ શેર્સ પૈકી ર૪૪પ શેર્સમાં સુધારો અને ૧૧૮૩ શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતાં. સમાચાર લખાયા ત્યાં સુધીમાં ૧૦ર શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતાં. જ્યારે ૯૪ શેર્સે વર્ષનું તળિયું નોંધાયું હતું. ૧૯૪ શેર્સમાં અપર સર્કિટ અને ર૭૯ શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. સ્મોલકેપ શેર્સમાં ૧પ ટકા સુધીનો ઉછાળો નોંધાતા ઈન્ડેકસ ૧.૩૬ ટકા વધ્યો હતો. મીડકેપ ઈન્ડેકસ ૧ ટકા, પાવર ઈન્ડેકસ ૧.૭૩ ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો.
જ્યારે બીજી તરફ આઈટી ઈન્ડેકસ ૦.૩૭ ટકા, ટેકનોલોજી ૦.રપ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ચીન દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવતા મેટલ શેર્સમાં ગાબડું નોંધાયું હતું. જેના પગલે મેટલ ઈન્ડેકસ ૧.૧૯ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. એનએમડીસી ૩.૯૩ ટકા, ટાટા સ્ટીલ ૩.૧૯ ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ ર.૭૦ અને જિંદાલ સ્ટીલ ૧.૪૮ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial