Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીડીપીના સુપડા સાફઃ અન્ય પક્ષો પણ બહુ ફાવ્યા નહીં: બન્ને રાજ્યોમાં મળશે સ્પષ્ટ જનાદેશઃ હરિયાણા એક્ઝિટ પોલ્સથી વિપરીત ટ્રેન્ડ
નવી દિલ્હી તા. ૮: આજે સવારથી જ ઉતાર-ચઢાવ પછી બપોર સુધીમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે, અને બપોર સુધીની લીડ તથા પરિણામોની દૃષ્ટિએ હરિયાણામાં ભાજપની ફરીથી સરકાર રચવા જઈ જઈ હોય, તેમ જણાય છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસી (નેશનલ કોંગ્રેસ) ને જનાદેશ મળે તેમ જણાય છે.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. હરિયાણામાં પ્રારંભે પળે પળે ચિત્ર બદલાયા પછી આ લખાય છે ત્યારે ભાજપ ટ્રેન્ડમાં આગળ છે તો જમ્મુ-કાશ્મીરમાં ભાજપના સપના ચકનાચૂર થયા છે અને ત્યાં કોંગ્રેસ-એનસી ગઠબંધનને ટ્રેન્ડમાં બહુમતી મળી રહી છે.
આ લખાય છે ત્યારે હરિયાણામાં કુલ ૯૦ બેઠકોમાંથી તમામના ટ્રેન્ડ મળ્યા છે અને તેમાં ભાજપ ૪૯ ઉપર, કોંગ્રેસ ૩પ ઉપર, અને અન્યો ૬ બેઠક પર આગળ છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ૯૦ માંથી ૯૦ બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે. તે મુજબ કોંગ્રેસ-એનસી પર, પીડીપી ર, ભાજપ ૩૭ અને અન્ય ૯ બેઠકો પર આગળ છે.
હરિયાણાની તમામ ૯૦ બેઠકોના વલણો જાહેર થયા છે. અહીં પહેલા કોંગ્રેસે લીડ લીધી, હવે ભાજપને બહુમતી મળતી દેખાઈ રહી છે. એકંદરે હરિયાણામાં નજીકની હરિફાઈ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી નયબ સિંહ સૈની, ભૂપિન્દર સિંહ હુડ્ડા, વિનેશ ફોગાટ, રણજીતસિંહ ચૌટાલા, દુષ્યંત ચૌટાલા, ગોપાલ કાંડા અને સાવિત્રી જિંદાલ સહિત ઘણાં મોટા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં છે.
હરિયાણાના મુખ્યમંત્રી નયબસિંહ સૈની કુરૂક્ષેત્રના લાડવાથી અને ભૂપિન્દર સિંહ હુડ્ડા રોહતકની ગઢી સાંપલા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય અંબાલા કેન્ટથી અનિલ વિજ, જુલાના સીટથી વિનેશ ફોગાટ, સિરસાથી ગોપાલ કાંડા, રાનિયાથી રણજીત ચૌટાલા, ઉંચાના કલાનથી દુષ્યંત ચૌટાલા, હિસારથી સાવિત્રી જિંદાલ, રેવાડી સીટથી લાલુ યાદવના જમાઈ ચિરંજીવરાવ, રાનિયા સીટથી. તોશામ બેઠક પરથી શ્રુતિ ચૌધરી અને અનિરૂદ્ધ ચૌધરી ચૂંટણી મેદાનમાં છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણમાં ભાજપને બહુમતી મળી છે, જેને લઈને ગુરુગ્રામમાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી અને એકબીજાને અભિનંદન આપવાનું શરૂ કર્યું છે. બીજી તરફ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, લોકસભા ચૂંટણીની જેમ હરિયાણામાં પણ ચૂંટણી પંચ ધીમી ગતિએ ડેટા અપડેટ કરી રહ્યું છે. શું ભાજપ જુના ડેટા અને ભ્રામક વલણો દ્વારા વહીવટી તંત્ર પર દબાણ લાવવા માંગે છે.
હરિયાણા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. હાલના વલણો અનુસાર હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. હરિયાણામાં શહેરી બેઠકો પર ભાજપને દબદબો જોવા મળી રહ્યો છે. ૩૦ શહેરી બેઠકોમાંથી ર૧ પર ભાજપ આગળ છે. લગભગ ૭૦ ટકા શહેરી મતદારો ભાજપ સાથે જોવા મળે છે. કોંગ્રેસ માત્ર ૭ શહેરી બેઠક પર આગળ છે.
જમ્મુ-કાશ્મીરમાં એક દાયકા પછી વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. એવામાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ દેશ માટે ખાસ છે. સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ૯૦ બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ ૬૩.૪પ ટકા મતદાન થયું હતું. આ વખતે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરેન્સ અને કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી, જ્યારે મહબુબા મુફ્તીની પીડીપી તથા ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડી હતી.
જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીના ચૂંટણી પરિણામો અનુસાર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. પીડીપીને ભારે નુક્સાન થઈ રહ્યું છે. ઉરી વિધાનસભા બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના સજ્જાદ શફી આગળ ચાલી રહ્યા છે. શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પરથી ભાજપના બલદેવ રાજ શર્મા આગળ ચાલી રહ્યા છે. ત્રાલ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સુરિન્દરસિંહ આગળ છે.
વર્ષ ર૦૧૯ માં કલમ ૩૭૦ નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. એક્ઝિટ પોલમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને લીડ મળવાની ધારણા હતી, જો કે ભાજપે પણ લીડ જાળવી રાખી છે. આ પરિણામો ઘણી રીતે ખાસ છે, કારણ કે આ પરિણામો સાથે ઘાટીના રાજકીય ભાવિનો પણ નિર્ણય થશે.
જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રવિન્દ્ર શર્માએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સ્પષ્ટ થઈ ગયું છે કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારી ચરમસીમા પર છે અને આજે લોકોએ તેમને બતાવી દીધું છે કે તેઓ શું લાયક છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ અને એનસીના વરિષ્ઠ નેતા ઓમર અબ્દુલ્લા પ્રારંભિક વલણોમાં બન્ને સીટો પર આગળ ચાલી રહ્યા છે. તેઓ બડગામ અને ગાંદરબલથી ચૂંટણી લડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ મતગણતરીના દિવસે અષ્ટભવાની મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial