Advertisement
Author: નોબત સમાચાર

જામનગર (ગ્રામ્ય) ની મહિલા ફૂટબોલ ટીમે રાજયકક્ષાએ મેળવ્યો ગોલ્ડ મેડલઃ ગૌરવ

ફાઈનલમાં ભરૂચની ટીમને ર-૦ થી હરાવીને

જામનગર તા. ૮: જામનગર ગ્રામ્યની મહિલા ફૂટબોલ ટીમ રાજયકક્ષાએ વિજેતા થતા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. ફાઈનલ મેચમાં જામનગર ગ્રામ્યની મહિલા ટીમે ભરૂચની ટીમને ર-૦ ના સ્કોરથી પરાજય આપી રાજયકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હવે વિજેતા ટીમ રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, પાટણ દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (એસજીએફઆઈ)  ૨૦૨૪-૨૫ ની રાજ્યકક્ષાની ફૂટબોલ અંડર ૧૭ ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૨૭ થી તા.૩૦ સપ્ટેમ્બર દરમિયાન પાટણના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું.  સ્પર્ધામાં તમામ જીલ્લાઓની મળી અંદાજે ૪૫ વિજેતા ટીમોએ ભાગ લીધો હતો.

રાજ્ય કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની શ્રી બી.બી.શ્ પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય, કાલાવડ ડ્ઢન્જીજી ની અંડર ૧૭ બહેનોની ટીમે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સ્પર્ધાની ફાઈનલ મેચમાં જામનગર ગ્રામ્યની ટીમે ભરૂચની ટીમને ૨-૦ નાં સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

જામનગર મહિલા ફૂટબોલ ટીમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી બી.જે. રાવલીયાએ વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે શ્રી બી.બી.શ્ પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય, કાલાવડના સંચાલકો દ્વારા પણ વિજેતા ટીમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારની જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત ફૂટબોલ રમતની ઉત્કૃષ્ટ તાલીમ મેળવી વિજેતા થયેલ ટીમ આગામી માસમાં રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રાષ્ટ્રકક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh