Advertisement
Author: નોબત સમાચાર

સફાઈ કામદારોના પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો હડતાલ:

રાજ્ય સફાઈકર્મી મહામંડળના મહામંત્રીનું અલ્ટીમેટમ

ખંભાળિયા તા. ૮: ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોના પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો તા. ર૧ મી ઓક્ટોબરથી કામ બંધ રાખીને હડતાલનું રાજ્ય સફાઈકર્મી મહામંડળના મહામંત્રીએ એલાન આપ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો લાંબા સમયથી નિકાલ ના થતાં તથા તાજેતરની સામાન્ય સભામાં પણ આ પ્રશ્નો ના લેવાતા ગઈકાલે સામૂહિક રીતે સફાઈ કામદારોએ પાલિકા ચીફ ઓફિસરને અલ્ટીમેટમ આપીને ર૧-૧૦-ર૦ર૪ થી સફાઈ કામદારો દ્વારા હડતાલ તથા આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરી છે.

રાજ્ય સફાઈ કર્મી મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલાએ જણાવેલ કે સફાઈ કામદારો નગરના વિકાસના પાયાના સૈનિકો હોવા છતાં તેમના પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ ના આવતા હડતાલ આંદોલનની જાહેરાત થઈ છે.

મહત્ત્વની માંગણીઓ

પાલિકાના સફાઈ કામદારોની અનેક મહત્ત્વની માંગણીઓ છે જે લાંબા સમયથી સંતોષાઈ નથી. જેમાં રાજ્ય સરકારે બઢતીનો અભાવ હોય ત્યાં ઉચ્ચત્તર પગાર ધોરણની જોગવાઈ કરી છે, પણ મહેકમ ખર્ચ વધી જવાનું બહાનું કાધી અપાતું નથી. સફાઈકર્મી સિવાયનાને આપી દીધું છે. ર૦૧૬ માં નિમણૂક પામેલા ૩ર કર્મચારીઓ પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોય, નવી વર્ધીત પેન્શન યોજના અથવા સી.પી.એફ. યોજનામાં જોડવા, પાલિકાના નિવૃત્ત કર્મી, અવસાન પામેલના વારસો કુટુંબ પેન્શનોને સ્કેલ ટુ સ્કેલના ધોરણે પેન્શન રિવિઝન કરવા, નગરપાલિકાના કર્મચારીઓના પેન્શન ફંડના નાણા પરત જમા કરવા, ખંભાળિયા પાલિકાની પડતર જમીનમાંથી ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ જમીનના પ્લોટ મેળવવા, ૧૦ માસથી પાલિકાના કર્મચારીઓની ઈ.પી.એફ.ની જમા રકમ તાકીદે ખાતામાં જમા કરવા, રોજમદારોના નવા ઈ.પી.એફ. ખાતા ખોલવા, સફાઈ કામદારો રોજમદારો તરીકે રપ-૩૦ વર્ષોથી નોકરી કરતા હોય, આવી જગ્યાઓ પર સિનિયોરિટી મુજબ ભરતી નિયુક્તિ કરવા, ખંભાળિયા શહેરની વસાહતના ધોરણે સફાઈકર્મીનું સંખ્યાબળ ન હોય, રોજમદાર સફાઈ કર્મીઓની ભરતી કરવા, પાલિકામાં ચાલુ ફરજે અવસાન થતા કર્મચારીઓના વળતરમાં વધારો કરવા, ચાલુ ફરજે અવસાન થયેલા કર્મીના પરિવારજનોને ઉચ્ચક સહાય મેળવવા વિગેરે પ્રશ્નો અંગે તા. ર૦-૧૦-ર૦ર૪ સુધીમાં યોગ્ય ના થાય તો હડતાલ અને આંદોલનાત્મક કાર્યક્રમોની ચીમકી આપવામાં આવી છે.

નવા હોદ્દેદારો બીનહરીફ ચૂંટાયા

ખંભાળિયા પાલિકાના સફાઈ કામદારો દ્વારા લડતનો કાર્યક્રમ જાહેર થતા પાંચ હોદ્દેદારોની પણ સર્વાનુમત્તે બીનહરીફ વરણી થઈ છે. જેમાં કિશોરભાઈ લખુભાઈ માંડવિયા પ્રમુખ, શામજી કારા વાઘેલા ઉપપ્રમુખ, વજુભાઈ ગોકાભાઈ વાઘેલા મહામંત્રી, મંત્રી તરીકે અજયભાઈ વાઘેલા તથા કોષાધ્યક્ષ તરીકે રમેશભાઈ કારૂભાઈ વાઘેલાની નિમણૂક થઈ છે. મિટિંગ કરી લડતનું નક્કી થયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh