Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધનરાજભાઈ, પરિમલભાઈ નથવાણીની શ્રદ્ધા તથા દાતાઓના સહયોગથી
દ્વારકા તા. ૮: પરિમલભાઈ અને ધનરાજભાઈ નથવાણીની જહેમત તથા દાતાઓના સહયોગથી દ્વારકાધીશ મંદિરના ભોગ ભંડાર (રસોઈઘર) નું કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્માણ થશે. આ સ્થળે શારદાપીઠધીશ્વર સદાનંદજી મહારાજના હસ્તે ભૂમિપૂજન સંપન્ન થયું છે.
દ્વારકાધીશ મંદિર પરિસર સંલગ્ન આવેલ દ્વરકાધીશજી ભગવાનના ભોગ ભંડાર કે જ્યાં પૂજારી પરિવાર દ્વારા નિત્યક્રમના ચાર ભોગ ભક્તોને આપવામાં આવતો પ્રસાદ તથા ક્રમાનુસાર થતાં છપ્પનભોગ, અન્નકૂટ ઉત્સવ, સૂકા મેવા મનોરથ, કુંડલા ભોગ, કુનવારા ભોગ વિગેરે ભોગનું નિર્માણ કરવામાં બનાવવામાં આવે છે તે બિલ્ડીંગ ખૂબ પુરાણું હોય, જર્જરિત હાલતમાં લાંબા સમયમાં હોય જેના નવનિર્માણ અંગે વહીવટી દૃષ્ટિએ ખૂબ જ જરૂરી હતું.
આ અંગે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલભાઈ નથવાણી તેમજ વર્તમાન ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણીએ ઠાકોરજીના આ રસોઈઘર (ભોગ ભંડાર) ના નવનિર્માણ માટે ખૂબ જ ચીવટપૂર્વક વિચારણા કરી અને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સાથે તેમજ દેવસ્થાન સમિતિ સાથે સંકલન કરતા હવે આ પ્રસાદઘરનું પુનઃનિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે પૂજારી પરિવાર અને ભક્તજનોમાં આનંદ અને હર્ષની હેલી જોવા મળી છે.
ગઈકાલે માતાજીના નવલા નોરતાના ધાર્મિક કાર્યોની વચ્ચે સવારે ૧૧ કલાકના શુભ મુહૂર્તમાં દ્વારકા શારદાપીઠધીશ્વર સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે આ ભોગભંડારના પુનઃનિર્માણ માટે ભૂમિપૂજનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
વૈદિક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજારી પરિવારના મહેશ્વરભાઈ તથા નેતાજી પૂજારી, દિપકભાઈ પૂજારી અને ફાયાભાઈ પૂજારી સહિતના પૂજારી પરિવારજનો આ શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં, તેમજ શારદાપીઠના પ્રતિનિધિ બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.
આ ભોગ ભંડારના નિર્માણ માટે રૂપિયા ૩ કરોડ આસપાસનું અનુદાન રિલાયન્સ દ્વારા પણ આપવામાં આવ્યું છે. રિલાયન્સના મોભી અનંતભાઈ અંબાણીએ પણ આ ભોગભંડારની જે તે વખતે મુલાકાત લઈ તેના પુનઃનિર્માણની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial