Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં જલાની જાર ચોકમાં
જામનગર તા. ૮: જામનગર શહેરમાં જલાની જાર ચોકની ગરબી પ્રાચીન ગરબી છે જ્યાં આજ સુધી આધુનિક્તાનો સ્પર્શ થયો નથી.
આ ગરબીમાં લાઉડ સ્પીકર નહીં, સંગીતના કોઈ વાજીંત્રો નહીં, માત્ર ને માત્ર નોબતના તાલે પુરુષો દ્વારા ગરબા લેવાય છે. પુરુષો લાલ-પીળા-કેશરી, અબોટિયા પહેરીને અહીં માતાજીના ગુણગાન ગાય છે.
જલાની જારના ચોકની આ ગરબીમાં ૩ર૧ વર્ષથી પરંપરાગત્ રીતે એકપણ ક્ષણના વિરામ વગર સતત સાડાત્રણ કલાક સુધી સ્વકંઠે ઈશ્વર વિવાહ ગવાય છે અને એક અલગ જ સ્ટાઈલના સ્ટેપ્સ સાથે રમવામાં આવે છે.
આ વર્ષે આવતીકાલે તા. ૦૯-૧૦-ર૦ર૪ ના આસો સુદ સાતમના રાત્રે ૧ર-૩૦ વાગ્યાથી કવિ દેવીદાસ રચિત ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાશે. આ ઈશ્વર વિવાહની એક અલગ ખૂબી છે કે તેની એક-એક પંક્તિ ચાર-ચાર વખત ગાવામાં આવે છે. દર વર્ષે અહીંના ઈશ્વર વિવાહને સાંભળવા-નિહાળવા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો, નગરજનો ઉમટી પડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial