Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ મીટર લગાડવા માટે ઉદ્યોગકારોને અનુરોધઃ
જામનગર તા. ૨૪: જામનગરમાં ફરીથી સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. શનિવારે શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલી ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની ઓફિસમાં જ આ મીટર ઈન્સ્ટોલ કરી નખાયું છે. વીજવપરાશના કમ્પેરીઝન માટે સાદુ મીટર પણ લગાવી વિવાદ વકરે નહીં તેનો ખ્યાલ રખાયો છે અને અન્ય ઉદ્યોગનગરમાં પણ સ્માર્ટ મીટર લગાડવાની તજવીજ કરાઈ રહી છે.
જામનગરની પીજીવીસી એલ કચેરી દ્વારા કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંતર્ગત નવા મીટર લગાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં જીઆઈડીસી ફેસ-૧, ૨, ૩માં એજન્સીની ટીમો સ્માર્ટ મીટર લગાવવા માટે આગળ વધી રહી છે.
તે કાર્યવાહી અંતર્ગત શંકરટેકરી ઉદ્યોગનગરમાં ગયા શનિવારે ફેક્ટરી ઓનર્સ એસો. ઓફિસમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે. તે મીટરની સાથે વીજ વપરાશનું કમ્પેરીઝન (સરખામણી) કરવા માટે સાદુ મીટર પણ લગાવવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ત્રણેય ઉદ્યોગનગરના કારખાનેદારોને સહકાર આપવા વીજ કંપનીએ અનુરોધ કર્યાે છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં લગાવવામાં આવેલા વીજ મીટર કરતા સ્માર્ટ વીજ મીટર વધુ સ્પીડથી ચાલતા હોવાની રાજ્યભરમાં બૂમ ઉઠ્યા પછી સ્માર્ટ મીટર લગાવવા સામે પ્રચંડ વિરોધ વંટોળ ઉઠ્યો હતો જેના પગલે આ મીટર લગાવવાની કાર્યવાહી અટકાવી દેવાની ફરજ પડી હતી. તે પછી 'વાતાવરણ' શાંત પડતા ફરીથી સ્માર્ટ વીજ મીટર લગાવવાનો અનુરોધ શરૂ કરાયો છે અને તેનો પ્રારંભ ઉદ્યોગનગરથી કરાયો છે. ચાર દિવસ પહેલાં શંકરટેકરી ઉદ્યોગનગરમાં ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની ઓફિસમાં જ આ મીટર લગાવાઈ દેવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial