Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેશન્સ કોર્ટમાં સજાના હુકમ પછી કરી હતી અપીલઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક રિક્ષાચાલક પાસે ૩૧ વર્ષ પહેલાં એસટી ડેપો પાસે પોલીસ જમાદારે રૂા.૫૦ની લાંચ લીધાનો ગુન્હો એસીબીએ નોંધ્યો હતો. તે ગુન્હામાં આરોપીને સજા ફટકારવામાં આવ્યા પછી હાઈકોર્ટમાં સજાના હુકમ સામે અપીલ કરાઈ હતી. તે અપીલ ચાલી જતાં હાઈકોર્ટે આરોપીનો છૂટકારો કર્યાે છે.
આ ચર્ચાસ્પદ કેસની વધુ વિગત મુજબ જામનગરમાં રહેતા એક આસામી રિક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા હતા. તેઓની બનાવના થોડા દિવસ પહેલાં તબીયત બગડતા તેઓએ પોતાની રિક્ષા અન્ય એક વ્યક્તિને રોજમદારી થી ચલાવવા માટે આપી હતી. તે વ્યક્તિ ગઈ તા.૧૭-૨-૯૩ના દિને ચલાવીને એસટી ડેપો પાસેથી જતા હતા.
આ સ્થળે પોલીસ જમાદાર રસીકલાલ ભગવાનજી પંડયા ફરજ પર હતા. તેઓએ રિક્ષા રોકાવી તેમાં નંબર પ્લેટ લગાવેલી નથી તેમ કહી રિક્ષા ડીટેઈન કરવાનું જણાવી રિક્ષાને બસ ડેપો પાસે મૂકાવી દીધી હતી. તેથી આ વ્યક્તિએ રિક્ષા માલિકને તેની જાણ કરતા બંને વ્યક્તિ જમાદારને મળવા ગયા હતા. જ્યાં તેઓએ રિક્ષા ડીટેઈન નહીં કરવા વિનંતી કરતા કથિત રીતે રસીકલાલે રૂા.૧૫૦ માંગ્યા હતા અને રકઝક પછી રૂા.૫૦ આપવા માટે નક્કી થયું હતું. તે પછી એસીબીમાં તેની ફરિયાદ કરાતા તા.૧૮-ર-૯૩ના દિને છટકુ ગોઠવાયું હતું. જેમાં તત્કાલિન એસીબી પીઆઈએ રૂા.૫૦ સ્વીકારતા રસીકલાલ ભગવાનજી પંડયાને પકડી પાડ્યા હતા. તેઓની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
જામનગરની અદાલતમાં ચાલી જતાં આરોપીને તક્સીરવાન ઠરાવી સજા ફટકારવામાં આવી હતી. તે હુકમ સામે રસીકલાલ પંડયાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ પિયુષ એમ. લાખાણી, નિતલ ધ્રુવ, રીટાબેન લાખાણી, ડેનિશા ધ્રુવ, ડી.પી. લાખાણી, પૂજા ધ્રુવ, નિલ લાખાણી, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial