Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એડવોકેટ ગુમ થયાની પોલીસને કરાઈ જાણઃ પરિવાર ચિંતાતૂર

વકીલ મંડળના હોદ્દેદારો પણ ચિંતામગ્નઃ

જામનગર તા. ૨૪: જામનગરના એક એડવોકેટ પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં લાપત્તા બન્યા છે. અજાણ્યા વ્યક્તિએ અમદાવાદ હોસ્પિટલમાં આ વકીલ સારવાર માટે દાખલ હોવાનું જણાવતા અને ત્યાં તપાસ કરાતા તે વાતમાં દમ ન હોવાનું ખૂલ્યું છે. પોલીસને જાણ કરાઈ છે અને જામનગર બાર મંડળના હોદ્દેદારો આ વકીલના પરિવારજનો સાથે સંપર્ક જાળવી રહ્યા છે.

જામનગરના એડવોકેટ પંકજભાઈ લહેરૂ બેએક દિવસ પહેલાં પોતાના ઘરે હતા ત્યારે સાંજના સમયે એક વ્યક્તિનો તેમને કોલ આવ્યો હતો. જેમાં તેઓને ઘરની નીચે આવી ફી લઈ જવા માટે કહેવાતા ઘરમાં કહીને પંકજભાઈ ફી લેવા માટે નીચે ઉતર્યા હતા. તે પછી ભેદી સંજોગોમાં આ વકીલ લાપત્તા બની જતાં તેમનો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે.

તેઓ ગુમ થયા પછી બીજા દિવસે કોઈ અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં પંકજભાઈ દાખલ કરવામાં આવ્યા છે. તે વિગત કહ્યા પછી પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી અને પોતાના અમદાવાદમાં રહેતા સંબંધીને તપાસ માટે હોસ્પિટલ દોડાવ્યા હતા પરંતુ સિવિલ હોસ્પિટલમાં પંકજભાઈ નામના કોઈ વ્યક્તિ દાખલ ન હોવાનું બહાર આવ્યું છે અને જે નંબર પરથી તે વિગત અપાઈ હતી તે ફોન પણ સ્વિચ ઓફ થયો છે.

આ બાબતની પોલીસને જાણ કરવા ઉપરાંત વકીલ મંડળને પણ જાણ કરાઈ છે. જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવા સહિતના હોદ્દેદારો પંકજભાઈના પરિવાર સાથે સંપર્ક જાળવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh