Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રીય અંદાજપત્રને જામનગર શહેર અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આવકાર

કેન્દ્રીય અંદાજપત્ર અંગે પ્રતિભાવ

જામનગર તા. ર૪: કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સિતારમણે રજુ કરેલ કેન્દ્રીય અંદજપત્ર ર૦ર૪-રપને જામનગર શહેર અને જામનગર જીલ્લા ભારતીય જનતા પાર્ટીઓ આવકાર આપી બજેટને વિકસીત ભારતના નિર્માણ માટે મજબુત પાયો નાંખનારૃં બજેટ હોવાનું જણાવ્યું છે.

જિલ્લા ભાજપ

દેશના કરોડો પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ માટે વધુ પાંચ વર્ષની સમયમર્યાદા એક ક્રાંતિકારી પગલું છે યુવાનો માટે પ્રથમ નોકરીના સમયે ૧પ હજારની રકમ ઈપીએફમાં જમા કરવાનો નિર્ણ આવકારદાયક છે. આ ઉપરાંત વિશેષમાં દેશના કરોડો નાગરિકોને ઈન્કમ ટેક્સમાં રાહત આપી ૩.૦ લાખની આવક સુધી ઈન્કમટેક્સમાંથી મુક્તિ અને સ્ટાન્ડર્ડ ડીડકશનમાં પણ રપ હજારનો વધારો કરાયો છે. કૃષી ક્ષેત્રના વિકાસ માટે ૧.પર લાખ કરોડની માતબર જોગવાઈ અને વિશેષમાં ૧ કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે લક્ષ્યાંક નિર્ધારીત કરેલ છે. નારી શક્તિને લગતી વિવિધ યોજનાઓ માટે રૂા. ૩ લાખ કરોડની માતબર જોગવાઈ, ૧ કરોડ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર આપવાનું ભગિરથ કાર્ય, લઘુ ઉદ્યોગોને ઉત્તેજન આપવા મુદ્રા યોજનાની મર્યાદા ૧૦ લાખથી વધારી ર૦ લાખ કરવાની જોગવાઈથી સમાજના દરેક વર્ગને ફાયદો થશે.

આ બજેટ આર્થિક વિકાસ, સામાજિક શક્તિકરણ અને ઈન્ફ્રાસ્ટ્રકચરને નવી ઉચાઈએ લઈ જશે આ ઉપરાંત ભારને વિશ્વસની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે અનેક પગલાઓ આ બજેટમાં લેવામાં આવ્યા છે. ૧૪૦ કરોડ દેશવાસીઓની પ્રધાનમંત્રીશ્રી તરફ આશાઓ-સપનાઓ પરિપૂર્ણ કરવાની દિશામાં આ બજેટ મહત્વનું પ્રસ્થાપિત થનાર છે. પ્રધાનમંત્રીના વિકસીત ભારતના વિઝનને સાકાર કરનાર રોડમેપ સમાન પ્રગતિશીલ બજેટ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેક પટવા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, ચીરાગભાઈ કાલરીયા, વલ્લભભાઈ ધારવીય, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુર્યકાંતભાઈ મઢવી, ડો. પી.બી. વસોયા, ચંદ્રેશભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્યો દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી સહિતના અગ્રણીઓએ સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સાર્થક કરતા દેશના તમામ વર્ગાેને સમર્પિત અને અર્થવ્યવસ્થાને ઉત્કૃષ્ઠ બનાવવાના અભિગમ સાથેના બજેટને આવકાર્યું છે.

જામનગર શહેર ભાજપ

આ બજેટમાં મુખ્યતઃ ખેડૂતો, મહિલાઓ, યુવાઓ અને મધ્યમવર્ગને ખાસ ધ્યાને રાખવામાં આવેલ છે. વિશ્વસ્તરે અર્થતંત્ર નબળા પડયા હોવા છતાં ભારતનું અર્થતંત્ર વધુ મજબુત બની રહ્યું છે.

નોકરિયાત માટે ખાસ પ્રથમ પગાર તથા ચાર વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડમાં સહાય, રિયલ એસ્ટેટ, ગોલ્ડ, બોન્ડસ ઉપર કેપિટલ ગેઈન્સ ઈન્ડેક્સેસન નાબૂદ, આયાતી મોબાઈલ, સોનું, ચાંદી, કેન્સરની દવાઓના ભાવ ઘટે તેવી ડયુટી નીતિઅમલીકરણ, ટેક્સ સ્લેબ બદલતા કરદાતાને ૧૭,પ૦૦નો ફાયદો, મહિલાઓ માટે ત્રણ લાખ કરોડથી વધુની યોજનાઓ, સ્પેસ સેકટર માટે ૧૦૦૦ કરોડ, યુવાઓ માટે ર લાખ કરોડનો ખર્ચ, ૪.૧ કરોડ યુવાઓને રોજગારી નું લક્ષ્ય, શહેરી મકાનો માટે ર.ર લાખ કરોડ રૂપિયાની ફાળવણી, સહિત કૃષિ ઉત્પાદકતા, આત્મનિર્ભર, રોજગારી અને કૌશલ્ય, માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, મેન્યુફેકચરિંગ અને સર્વિસીઝ, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રકચર, હાઉસિંગ જરૂરિયાત, નેકટ જેન રિફોરમ, પર્યટન સહિતની બાબતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં મહિલાઓ યુવાનો, ખેડૂતો લક્ષી સર્વાંગી બજેટ રજુ કરવામાં આવેલ, જે દેશના અર્થતંત્રને મજબુતી પ્રદાન કરશે, તથા અનુમાંનીત ૧૦.ર ટકાનો જીડીપી વૃદ્ધિ પ્રદાન કરશે.

ભાજપ જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસુરિયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, સાસક પક્ષ નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ પ્રમુખો હસમુખભાઈ હિંડોચા, નિલેશ ઉદાણી, હિતેનભાઈ ભટ્ટ, અશોક નંદા, મુકેશ દાસાણી, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયરો, શહેર સંગઠનના હોદ્દેદારો, કોર્પાેરેટરો, શિક્ષણ સમીતિના સભ્યો, મોરચાના હોદેદારો, વોર્ડ પ્રભારીઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઈજ પ્રમુખોએ, બજેટને આવકાર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh