Advertisement
Author: નોબત સમાચાર

સુરતના ઉમરપાડામાં ૧૧, પલસાણામાં ૧૦, બારડોલી-કામરેજમાં ૮ ઈંચથી વધુ વરસાદઃ મેઘતાંડવ

બત્રીસ ગંગા ખાડી ગાંડી થઈઃ બલેશ્વર બન્યું બેટ

સુરત તા. ર૪: સુરત જિલ્લામાં મેઘતાંડવ સર્જાયું છે અને અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. બલેશ્વર ગામ બે દિવસથી બેટમાં ફેરવાયું છે.

સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી છે. જેમાં ર૪ કલાકમાં પલસાણામાં ૧૦ ઈંચ વરસાદ આવ્યો છે તેમજ પલસાણાના બલેશ્વર ગામમાં પાણી ભરાયા છે. બલેશ્વર ગામ બે દિવસથી બેટમાં ફેરવાયું છે. બલેશ્વર ગામની બત્રીસ ગંગા ખાડી ગાંડીતૂર થઈ છે તેમજ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.

જિલ્લામાં ગઈકાલે સાંજે ૬ વાગ્યાથી આજે સવારે ૬ વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ ઉમરપાડામાં ૧૧.૦૪ ઈંચ વરસાદ, પલસાણામાં ૧૦ ઈંચ, કામરેજમાં ૮.૩ર ઈંચ, બારડોલીમાં ૮.૦૮ ઈંચ વરસાદ, ઓલપાડ ૪૪ એમ.એમ, માંગરોળ ૧૬પ એમ.એમ., ઉંમરપાડા ર૭૬ એમ.એમ., માંડવી ૧૧૪ એમ.એમ., કામરેજ ર૦૮ એમ.એમ., ચોર્યાસી ૧૧૧ એમ.એમ., મહુવા ૧પ૪ એમ.એમ. વરસાદ આવ્યો છે. સુરત જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરમાં પાણી નદીઓની જેમ વહી રહ્યા છે. માંગરોળ તાલુકાનું વડોલી ગામ સંપર્ક વિહોણું થયું છે. ટોકરી નદીમાં પૂરને લઈ ગામ સાથેનો સંપર્ક કપાયો છે. નદી પર કોઝવેના પાણી ફરી વળ્યા છે. ૬ કલાકમાં માંગરોળમાં પ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh