Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રાસ ઉદ્યોગના આયાત-નિકાસકારોની
જામનગર તા. ર૪: જામનગરના બ્રાસ ઉદ્યોગના આયાત-નિકાસકારોને તેમના માલના પરિવહન માટે ઘરઆંગણે જ વધુ સારી બંદરીય સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે અને ખાસ કરીને જામનગર નજીકના બંદરોની કામગીરીની ક્ષમતા, કાર્યક્ષમતા, સલામતી ઉપલબ્ધ કરાવી બંદરો પર વધુ કાર્ગો પ્રવાહ આકર્ષિત થાય તે માટે બ્રાસઉદ્યોગના આયાત-નિકાસકારો સાથે ચર્ચા કરવા, માર્ગદર્શન-સૂચનો મેળવવાના આશયથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા જામનગર ફેકટરી ઓનર્સ, એસોસિએશનના સહયોગથી આગામી તા. ર૪-૭-ર૪ ના સાંજે ૪ કલાકે એસોસિએસનના કમિટી હોલમાં અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં જામનગરના બ્રાસઉદ્યોગના આયાત-નિકાસકારો તેમના માલના પરિવહન માટે મુખ્યત્વે મુંદ્રા બંદરનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે જામનગરથી એકદમ નજીક આવેલ રાજાશાહી વખતથી વિદેશ વ્યાપાર માટે વિખ્યાત અને ઉપયોગમાં લેવામાં બેડી બંદર પર કન્ટેનરાઈઝડ કાર્ગો ચાલુ કરવા માટે બેડી બંદરને અદ્યતન બનાવીને જામનગરના બ્રાસઉદ્યોગની પાયાની જરૂરિયાતનો કાચોમાલ એટલે કે પિત્તળ ભંગારની આયાત તથા ખાસ કરીને જામનગરની એકદમ નજીક આવેલ ઓઈલ રીફાઈનરીની નિકાસ બેડી બંદર મારફત થાય જેથી કરીને આયાત તથા નિકાસ માટેના માલના પરિવહનની ઝડપ વધશે. આ પરિવહનનું આર્થિક ભારણ ઘટાડીને જામનગર શહેર તથા નજીકના વેપાર-ઉદ્યોગને વેગ મળે તેમજ આપણાં દેશને વધુને વધુ કિંમતી હુંડીયામણ રળી આપવા માટે વધુને વધુ સહભાગી બની શકીએ તે માટે હાલના બંદરના આધુનિકરણની શકયતાઓ ચકાસી તેના આધુનિકરણમાં શું કરી શકાય તે બાબતના સૂચનો ઉદ્યોગકારોએ આપવાના રહેતા હોય આયાત-નિકાસ સાથે સંકળાયેલ તમામ ઉદ્યોગકારોને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial