Advertisement
Author: નોબત સમાચાર

ત્રાસ આપ્યાની પતિ સહિતના સાસરિયાઓ સામે કરાઈ ફરિયાદ

આગલા ઘરના પુત્ર-પુત્રી સામે પણ રાવ

જામનગર તા. ૨૪: જામનગરના ગુલાબનગરમાં રહેતા એક પરિણીતાએ પતિ, સાસુ, નણંદ તથા પતિના આગલા ઘરના પુત્ર-પુત્રી સામે ત્રાસ આપી મારકૂટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંેંધાવી છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી સિંધી કોલોનીમાં રહેતા મનોજભાઈ લલીતભાઈ વાઘેલા સાથે સુરેન્દ્રનગરના રતનપરવાસમાં રહેતા આરતીબેનના લગ્ન થયા પછી આ પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ આપ્યાની તેણીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ પતિ મનોજ ઉપરાંત સાસુ ગૌરી બેન, મીઠાપુરમાં રહેતા નણંદ મનિષાબેન વિજયભાઈ સરધારા તેમજ મનોજભાઈના આગલા ઘરનો પુત્ર વિક્કી તથા આગલા ઘરની દીકરી અને મીઠાપુર નજીક ભીમરાણામાં રહેતી દીપુબેન ઉમેદભાઈએ શારીરિક તથા માનસિક ત્રાસ આપી મારકૂટ કરી હતી. પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh