Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિયા ગઠબંધન દ્વારા સંસદભવન સંકુલમાં સરકાર વિરોધી પ્રદર્શન કરાયુ
નવી દિલ્હી તા. ર૪: આજથી સાંસદમાં બજેટ પર ચર્ચા થવાની છે. ત્યારે પ્રારંભમાં જ વિપક્ષોએ ગૃહમાં હોબાળો કર્યો હતો અને વિપક્ષી ઈન્ડિયા બ્લોકના સાંસદોએ સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ ર૦ર૪-રપનું બજેટ રજૂ કર્યું હતું. આજથી સંસદમાં બજેટ પર ચર્ચા થવાની છે. ચર્ચાની શરૂઆત કુમારી શૈલજા અને શશિ થરૂર લોકસભાના વિપક્ષ તરફથી બજેટ પર ચર્ચા કરશે. પ્રણિતી શિંદે પણ બજેટ પર ચર્ચામાં ભાગ લેશે. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલા વિપક્ષી ઈન્ડિયા બ્લોકના સાંસદોએ સંસદભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિપક્ષી ઈન્ડિયા બ્લોકના સાંસદો સંસદના પગથિયા પર વિરોધ કર્યો હતો. આ અંગે નારાજગી વ્યકત કરતા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ગેટમાંથી કોઈપણ સભ્યને પ્રવેશવામાં કોઈ અડચણ ન હોવી જોઈએ. આ અંગે અનેક સભ્યોએ ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે શાસક પક્ષ કે વિપક્ષમાંથી કોઈને પણ પ્રશ્નકાળ દરમિયાન બોલવા દેવામાં આવશે નહીં.
પ્રશ્નકાળ દરમિયાન માત્ર પ્રશ્નકાળ ચાલશે. હું આ વ્યવસ્થા આપું છું. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજ્જિુએ કહ્યું કે અમારા વિપક્ષી સાંસદે જે કર્યું તે નિંદનીય છે. સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ કહ્યું કે, ગૃહને નિયમો અનુસાર ચલાવવામાં આવે, તેને સારી રીતે ચલાવવામાં આવે. લોકસભા સ્પીકરની વ્યવસ્થા બાદ વિપક્ષના સાંસદો ગૃહની બહાર આવી ગયા હતાં.
સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ બજેટનો વિરોધ કરીને હંગામો મચાવ્યો હતો. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નોત્તરી કલાકની કાર્યવાહી ચાલુ રાખવા માટે સભ્યોને અપીલ કરી અને કહ્યું કે ગૃહ આ રીતે ચાલશે નહીં, ઓર્ડર પ્રમાણે કાર્યવાહી ચાલશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial