Advertisement
Author: નોબત સમાચાર

છેતરપિંડી કરવાના આરોપમાં ઝડપાયેલા શખ્સની બીજી વખતની જામીન અરજી રદ્દ

ક્રેડીટ બુલ્સ પેઢીના રીજિયોનલ હેડે કરી હતી અરજીઃ

જામનગર તા. ર૪: જામનગરમાં કેટલાક રોકાણકારો સાથે શેરબજારમાં રોકાણ કરવાનું પ્રલોભન આપી છેતરપિંડી કરાયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. પોલીસે ક્રેડીટ બુલ્સ નામની પેઢીના રીજ્યોનલ હેડ સહિત ચાર સામે ગુન્હો નોંધ્યો હતો. ઝડપાયેલા રીજ્યોનલ હેડે જામીનમુક્ત થવા બીજી વખત કરેલી અરજી પણ અદાલતે નકારી કાઢી છે.

જામનગરના ૫ી.એન. માર્ગ પર આવેલી અંબર ટોકિઝ સામેના બિલ્ડીંગમાં ક્રેડીટ બુલ્સ નામની ઓફિસ શરૂ કરી કેટલાક આસામીઓએ શેર બજારમાં નાણા રોકવા માટે પ્રલોભનો આપી નગરના કેયુર સુરેલીયા પાસેથી રૂા.પ લાખ શેરબજારમાં રોકાવ્યા પછી છેતરપિંડી આચર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે આ પેઢીના સીઈઓ ધવલ સોલાણી, ફરઝાના ઈમરાન શેખ, યશ દિનેશભાઈ સોલાણી, રીજ્યોનલ હેડ પંકજ પ્રવીણભાઈ વડગામા સામે ગુન્હો નોંધ્યો હતો.

આ ગુન્હામાં પોલીસે આરોપી પૈકીના પંકજ વડગામાની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તે પછી જેલહવાલે થયેલા આરોપીએ ચાર્જશીટ થયા પહેલા જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી અદાલતે નકારી હતી. ત્યારપછી ચાર્જશીટ થઈ જતાં આરોપી પંકજ વડગામાએ ફરીથી જામીન અરજી રજૂ કરી હતી. તેની સામે ડીજીપી જમનભાઈ ભંડેરીએ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની અરજી રદ્દ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh