Advertisement
Author: નોબત સમાચાર

'કેન્દ્રીય અંદાજપત્ર એકંદરે સારૃં' જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઈ

કેન્દ્રીય અંદાજપત્ર અંગે પ્રતિભાવઃ

જામનગર તા. ર૪: કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલા વર્ષ ર૦ર૪-રપ ના અંદાજપત્ર અંગે જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું છે કે બજેટ એકંદરે સારૂ બજેટ છે.

દેશની અર્થવ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે દરેક ક્ષેત્રોનો સમાવેશ કરી કેટલાક સાહસિક નિર્ણયો લઈ માત્ર વચનોની લ્હાણી કરવાને બદલે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરેલ છે તેવું કહી શકાય.

દેશના અર્થતંત્રમાં લઘુઉદ્યોગ જગતના મહત્ત્વનો સ્વીકાર કરી રોજગાર તથા કૌશલ્ય વર્ધન પર વધુ ભાર મૂકી આવનારા સમયમાં આ ક્ષેત્ર માટે વધુ સુધારાઓ કરાશે તેવી જાહેરાત કરતાં નાણામંત્રીએ બજેટમાં લઘુઉદ્યોગક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપી રૂા. ૧૦૦ કરોડ સુધીના લોન આપવાની ક્રેડીટ ગેરંટી યોજનાની જાહેરાત કરી છે. જેનાથી દેશના લઘુઉદ્યોગ ક્ષેત્રને અને ખાસ કરીને જામનગરના બ્રાસઉદ્યોગને તેનો લાભ મળશે તેવી આશા છે.

કોપર સ્ક્રેપ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ર.પ ટકા હતી તે યથાવત રાખેલ છે, પરંતુ સમગ્ર દેશમાં કોપર કેથોડનું ઉત્પાદન વધારાવ માટે કાચામાલ કોપર બ્લીસ્ટર, કોપર ઓર અને કોપર કોન્સન્ટ્રેશન ઉપર ડ્યુટી નાબુદ કરી ૦ ટકા કરી દેશમાં કોપરની ઉપલબ્ધી સરળ બનાવવાનો પ્રયત્ન કરેલ છે જેનો સમગ્ર દેશ સહિત બ્રાસ ઉદ્યૌગને મોટો ફાયદો થશે.

લઘુ ઉદ્યૌગ ક્ષેત્રના વિકાસ માટે પબ્લીક સેકટરની બેંકો દ્વારા સહાયતા આપવાની જાહેરાત કરી છે. દેશમાં નવા લઘુ ઉદ્યોગોને સ્થાપવા માટે મુદ્રા લોનની મર્યાદા અગાઉ જે રૂા. ૧૦ લાખ હતી તેમાં ૧૦૦ ટકા નો વધારો કરી રૂા. ર૦ લાખ કરવાની જાહેરાત કરી છે. દેશના લઘુઉદ્યોગ ક્ષેત્ર માટે ખાસ એમએસએમઈ સેફટી લેબ બનાવવા માટેની પણ જાહેરાત કરી છે.  વ્યાપાર/ઉદ્યોગ પર કોઈ નવા પ્રત્યક્ષ કે પરોક્ષ કરવેરા નહી નાખી બેલેન્સ કરવાનો પ્રયત્ન કરાયો છે. લઘુઉદ્યોગક્ષેત્રની નાણાકીય જરૂરીયાતોને સંતોષવા માટે સીડબીની નવી રપ શાખાઓ ખોલવાની જાહેરાત કરી છે. દેશમાં પ્રદુષણ નિયંત્રણ માટે ઈ વાહન નિર્માણ પર પ્રોત્સાહન, અધ્યાત્મક પર્યટનને પ્રોત્સાહન, નવા ધાર્મિક કોરીડોર, સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે, જે આવકાર્ય બાબત છે.

સામાન્ય લોકોના જીવધોરણને સુધારવા તથા વ્યાપારી-ઉદ્યૌગકારો સરળતાથી તેમના ધંધો કરે તેવી વ્યવસ્થા ગોઠવવી એ સરકારનું લક્ષ્ય છે ત્યારે આવકવેરાના કાયદામાં સરળી કરણ કરવા માટે આગામી ૦૬ માસનો સમય નિયત કરી, ટીડીએસ તથા કેપીટલ ગેઈનની પ્રક્રિયાને સરળ કરવા તથા ખાસ કરીને ટીડીએસ નિયત સમયમાં નહીં ભરાય તો તેને અપરાધ નહીં ગણી નાના અને પ્રમાણિત કરદાતાઓને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવા જાહેરાત કરી છે.

દેશના કૃષિ-વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રની સાથે સાથે સામાન્ય માનવી માટે પણ ખાસ કરીને આવક વેરાની મર્યાદામાં વધારો કરવા, સ્ટાન્ડર્ડ ડીડકશન રૂા. પ૦,૦૦૦ થી વધારી રૂા. ૭પ,૦૦૦ કરવાની, તથા ફેમીલી પેન્શન માટેની મર્યાદા અગાઉ જે રૂા. ૧પ,૦૦૦ હતી તેમાં વધારો કરી રૂા. રપ,૦૦૦ કરવાની જાહેરાત કરી છે જેનો લાભ કરોડો કરદાતાઓ તથા આમ આદમીને મળશે.

રીયલ એસ્ટેટ પરનું ઈન્ડકક્ષેશન નાબુદ કરી દરેક સોદાઓ ઉપર ૧ર.પ ટકા નો ટેકસ નક્કી કરેલ છે. જેનાથી સરકારને મોટી આવક થશે અને જેનો સમગ્ર દેશના વિકાસ માટે ઉપયોગ શકય બનશે. પરંતુ પ્રોપર્ટીમાં ડીલીંગ કરતા લોકો માટે એક વધારાનો બોજો ઉભો થશે તેવું માનવું છે. ઔદ્યૌગિક એકમોમાં નવા કામદારનું પ્રોવીડન્ડ ફંડ રજીસ્ટ્રેશન કરાય તો તે કામદારનું પ્રથમ મહિનાનું પ્રોવીડન્ડ ફંડ કોન્ટ્રીબ્યુશન સરકાર તરફથી ચુકવાશે તેવી જાહેરાત કરાઈ છે. ઉદ્વોગ જગતની સાથે તેમાં કામ કરતાં કામદારમિત્રોને પણ રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ બની શકે તે માટે ઔદ્યોગિક કામદારો માટે ભાડેથી રહેણાંકની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ જાહેરાત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh