Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં આરોપીને એક વર્ષની અદાલતે કરી સજા

રૂા.૨.૨૪ લાખ ચૂકવવા આદેશઃ

જામનગર તા. ૨૪: જામનગરના આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની સજા તેમજ ત્રણ મહિનામાં ચેકની રકમ રૂા.૨ લાખ ૨૪ હજાર ચૂકવવા કોર્ટે હુકમ કર્યાે છે.

જામનગરમાં રહેતા સાગર દિલી૫ભાઈ ગજરા પાસેથી દીપક વસંતભાઈ નંદાએ સંબંધ દાવે રૂા.૨,૨૪,૦૦૦ હાથ ઉછીના લીધા હતા. તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાં ડિપોઝિટ કરાતા એકાઉન્ટ બ્લોકના શેરા સાથે પરત ફર્યાે હતો. સાગરભાઈએ દીપકભાઈ નંદાને નોટીસ ફટકારી હતી. તેમ છતાં રકમની પરત ચૂકવણી ન કરાતા અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુ.ની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતા આરોપીને તક્સીરવાન ઠરાવી અદાલતે એક વર્ષની કેદની સજા તેમજ ત્રણ મહિનામાં વળતર પેટે રૂા.૨,૨૪,૦૦૦ ચૂકવી આપવા હુકમ કર્યાે છે. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદનો કોર્ટે આદેશ ફરમાવ્યો છે. ફરિયાદી તરફથી વકીલ મિતુલ ડી. હરવરા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh