Advertisement
Author: નોબત સમાચાર

જોડિયામાં ૯, દ્વારકામાં વધુ ૭.પ, જામજોધપુરમાં ૪, ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

દ્વારકામાં મેઘાનો મુકામ, ગઢેચીમાં ૧૫ નું રેસ્ક્યૂ, તાલુકામાં કેટલાક લોકોનું સ્થળાંતરઃ પાડતોડ કરી વરસાદી પાણીનો નિકાલ

જામનગર તા. ર૪: હાલાર પંથકમાં મેઘરાજાએ જાણે મુકામ કર્યો હોય, તેમ અવિરત મેઘ સવારી ચાલુ રહેવા પામેલ છે અને તેમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃમભૂમિ દ્વારકામાં વધારે હેત ઉભરાયું હોય તેમ સતત મેઘ મહેર થઈ રહી છે. છેલ્લા ર૪ કલાકમાં હાલારમાં એકથી નવ ઈંચ વરસાદ થયો છે. તો જોડિયામાં વ્યાપક વરસાદે હાહાકાર સર્જયો છે.

આજે બપોરે ૧ર વાગ્યે પૂરા થતા ર૪ કલાક દરમિયાન જામનગર શહેરમાં ગત્ રાત્રે ૧૧ થી ૧ર એક કલાકમાં સવા ઈંચ પછી પણ વરસાદ ચાલુ રહેતા પ૮ મીમી. વરસાદ નોંધાયો છે.

તો જાણે જોડિયામાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ અનરાધાર રર૦ મીમી એટલે કે નવ ઈંચ વરસાદ વરસી જતા સમગ્ર પંથક પાણીમાં જોવા મળ્યું હતું.

ગઈકાલે જ્યારે ર થી ૪ દરમિયાન બે કલાકમાં જોડિયામાં ચાર ઈંચ વરસાદ થયો હતો. આથી સમગ્ર જોડિયા પંથક જળબંબાકાર થઈ જવા પામ્યું છે.

આ ઉપરાંત ધ્રોલમાં ર૪ મીમી, કાલાવડમાં ૧૬ મીમી, લાલપુરમાં રપ મીમી અને જામજોધપુરમાં ૯૧ મીમી એટલે કે, ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જામજોધપુર પંથકમાં પણ સતત વરસતા વરસાદથી સમગ્ર પંથક પાણી-પાણી થઈ જવા પામ્યું છે.

ગઈકાલે દિવસભર થયેલા જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારનો વરસાદ જોઈએ તો વસઈમાં ૪ર મીમી, લાખાબાવળમાં ર૩ મીમી, મોટી બાણુંગારમાં ૩૧ મીમી, ફલ્લા ર૬ મીમી, મોટી ભલસાણમાં ર૬ મીમી, જામવણથલીમાં ર૧ મીમી, અલીયાબાડામાં ર૦ મીમી, દરેડમાં ૩૦ મીમી, હડીયાણામાં પ મીમી, બાલંભા ૯પ મીમી, પીઠડમાં ૩૬ મીમી, લતીપુરમાં ૩પ મીમી, મોટા વડાળામાં પપ મીમી, ભલસાણમાં ૩૦ મીમી, નવાગામમાં ર૬ મીમી, મોટા પાંચદેવડામાં પ૮ મીમી, સમાણામાં ૩૬ મીમી, શેઠવડાળામાં ૮ર મીમી, જામવાડીમાં ૧૦૮ મીમી, વાંસજાળીયામાં ૯૮ મીમી, ધૂનડામાં ૭૪ મીમી, ધ્રાફામાં ૧પ૦ મીમી, પરડવા ૬પ મીમી, પડાણામાં ૭૬ મીમી, ભણગોરમાં ૪૬ મીમી, મોટા ખડબામાં ૬પ મીમી, મોડપરમાં ૮પ મીમી અને હરીપરમાં ૪૬ મીમી વરસાદ પડ્યો છે.

તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા ર૪ કલાકમાં બે થી સાત ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

ખંભાળીયામાં ગઈકાલે બે ઈંચ વરસાદ થતા મૌસમનો કુલ ૩૮ ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે.

તો ભાણવડમાં ગઈકાલે અનરાધાર પાંચ ઈંચ વરસાદ વરસી  જતા મૌસમનો કુલ ર૮ ઈંચ વરસાદ થયો છે.

કલ્યાણપુર પંથકમાં ર૪ કલાકમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. તો દ્વારકામાં ગઈકાલે વધુ સાડા સાત ઈંચ વરસાદ વરસી જતા મૌસમનો કુલ પ૫ ઈંચ જેટલો રેકોર્ડબ્રેક વરસાદ થયો છે.

ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ દ્વારકામાં તો જાણે મેઘરાજાએ મુકામ કર્યો હોય તે રીતે સતત વરસાદ વરસતા શહેરની હાલત અસ્તવ્યસ્ત થઈ છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

જો કે, આજે સવારથી મેઘરાજાએ ખામૈયા કર્યા છે. આથી લોકોને રાહત મળી છે.

ગઢેચીમાં ૧પ ને બચાવાયા

દ્વારકાના ગઢેચી ગામની સીમ વિસ્તારમાં ૧પ થી વધુ વ્યક્તિઓ પાણી વચ્ચે ફસાઈ જતા એન.ડી.આર.એફ.ની ટીમે બોટની મદદથી તમામને સહીસલામત રીતે બહાર કાઢ્યા હતાં.

રાજપરા નજીકનું દ્વારકાનું સૌથી મોટું ભીમગજા તળાવ ચિક્કાર ભરાઈ ગયું છે અને પાણી નિકાલ માટે કાઢીયો અથવા દરવાજા નહીં હોવાથી ભયજનક સ્થિતિ જોવા મળી હતી. આથી પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા તથા તેની ટીમ દ્વારા રાત્રે જ જેસીબી મશીનથી તળાવ નજીક રસ્તામાં જરૂરી પાડતોડ કરવામાં આવી હતી. રાત્રે અને નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે પહોંડવા વ્યવસ્થા કરવામાં આવી હતી તથા પાણી નિકાલ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ખંભાળિયાના ઘી, વર્તુ-ર, વેરાડી સહિતના અનેક ડેમ છલકાઈ જતા હેઠવાસમાં ઘોડા૫ૂર નીકળ્યા હતાં. જિલ્લામાં ૧૪ માંથી બે ડેમ છલકાવવાના બાકી છે.

દ્વારકાથી અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે, ગઈકાલે સાત ઈંચ પાણી વરસી જતાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં અને લોકોની અને ધંધાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh