Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વોર્ડ નં. ૬ માં છ મહિના પહેલા જ કરાયેલા ભૂગર્ભ ગટરના કામ પછી ગાબડા

બાલાજી પાર્ક સોસાયટી વિસ્તારમાં વિકાસ ખાડે

જામનગર તા. ર૪: જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૬ માં બાલાજી પાર્ક સોસાયટીના વિસ્તારમાં મહાનગરપાલિકાનો વિકાસ ખાડે ગયો છે. માત્ર છ મહિના પહેલા જ અહીં ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું અને ત્યારપછી રોડ બુરવામાં આવ્યો હતો પરંતુ તેમાં લોલમલોલ હોવાથી ચાલુ વરસાદી સિઝનમાં મોટા ગાબડા પડી ગયા છે, અને જામનગર મહાનગરપાલિકાનો વિકાસ ખાડે ગયેલો દૃશ્યમાન થાય છે.

આ વિસ્તારના વિરોધ પક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચા દ્વારા જે તે વખતે આ ભૂગર્ભ ગટરનું કામ નબળું થઈ રહ્યું છે, તેવી રજુઆત કરીને જે તે વખતે વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્ર દ્વારા સબ સલામત હૈ નું ગાણું ગાઈને જે તે વખતે રોડના ખાડા બુરી દેવામાં આવ્યા હતાં. પરંતુ ચાલુ વરસાદી સિઝનમાં આ નબળા કામની પોલ છતી થઈ ગઈ છે, અને બાલાજી પાર્ક-ર સોસાયટીના મેઈન રોડ પર મોટા ગાબડા પડી ગયા છે જે ને લઈને સ્થાનિકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.

હાલમાં પણ પ્રકરણમાં ઢાંક પિછોડો કરીને તેમાં રેતી પાથરવાનું કારસ્તાન કરવામાં આવી રહ્યું હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh