Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક છેલ્લા રામ રામ કહેતા સંભળાયાઃ
લાલપુર તા. ૨૪: લાલપુરના એક પ્રૌઢે સોમવારે સાંજે ભાણવડના ધારાગઢ નજીક રેલવે ફાટક પાસે પહોંચી વિષપાન કરી જિંદગી ટૂંકાવી હતી. તેઓની સાથે એક વ્યક્તિએ છેલ્લી કરેલી વાતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે.
લાલપુર શહેરના પટેલપાર્ક વિસ્તારમાં રહેતા રામાભાઈ અરજણભાઈ વસરા (ઉ.વ.૪૫) નામના આહિર પ્રૌઢ સોમવારે સાંજે પોતાના ઘરેથી નીકળી ગયા પછી ભાણવડના ધારાગઢ ગામના રેલવે ફાટક પાસે પહોંચ્યા હતા ત્યાં તેઓએ ઝેરી દવા પી લીધી હતી. આ પ્રૌઢનું મૃત્યુ થયું હતું.
ઉપરોક્ત બનાવ પછી તેઓની સાથે એક વ્યક્તિએ છેલ્લી વખત કરેલી વાતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં મૃતક રામાભાઈ છેલ્લા રામ રામ તેમ બોલતા સંભળાઈ રહ્યા છે. સામા છેડે રહેલા વ્યક્તિ તેઓને અત્યંત ચિંતિત શ્વરે તમે ક્યા છો અને તમે કર્યું નથી ને તેમ પૂછતા સંભળાઈ રહ્યા છે. આ પ્રૌઢ પોતાના પરિવારનું ધ્યાન રાખવાનું કહેતા પણ જણાઈ રહ્યા છે. ઓડિયો ક્લિપમાં સામા છેડાના વ્યક્તિ વારંવાર ક્યા છો તેમ પૂછી રહ્યા છે પરંતુ દવાની અસરના કારણે ઉલ્ટી કરી રહેલા રામાભાઈ જવાબ આપી શક્યા નથી તેમ ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial