Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા સંકલન સહ ફરિયદ નિવારણ સમિતિની બેઠકઃ ચર્ચા-સૂચન

જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને

જામનગર તા. ર૪: જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લા કલેક્ટરે સિંચાઈ, પાણી પુરવઠો, વીજ વિભાગ, આરોગ્ય, સામાજિક વનીકરણ, માર્ગ અને મકાન, સ્ટેટ હાઈ-વે રીપેરીંગ, નલ સે જલ યોજનાનું નિયમિત અમલીકરણ, જમીન સંપાદન, અકસ્માત નિવારણ માટે બ્લેક સ્પોટ આઈડેન્ટિફિકેશન, જિલ્લાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકોની ભરતી, ચાંદીપુરા વાયરસના અટકાયત વિશે આનુસંગિક કામગીરી, સઘન વૃક્ષારોપણ,વિવિધ ગામોમાં નવી આંગણવાડીના બાંધકામ અને અન્ય જરૂરી પ્રશ્નોની ઉપસ્થિત પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ લગત વિભાગોને લોકોપયોગી કામગીરી સત્વરે હાથ ધરવા સૂચન કર્યું હતું.

ઉપરાંત જિલ્લા કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને જનહિતલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તેમજ જિલ્લામાં જેટલા પણ રસ્તા, ડેમના અને અન્ય કામો બાકી હોય તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું. ઉક્ત બેઠકમાં મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, હેમંત ખવા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર સહિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh