Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા માર્ચ મહિનામાં બેડીમાં થઈ હતી એડવોકેટની હત્યાઃ
જામનગર તા. ૨૪: જામનગરના બેડી વિસ્તારમાં ગયા માર્ચ મહિનામાં એક એડવોકેટની કરપીણ હત્યા કરવામાં આવી હતી. કુખ્યાત સાયચા ગેંગના સાગરિત ઉપરાંત ૧૫ સામે ગુન્હો નોંધાયો હતો. જેમાં એક આરોપીએ જામીનમુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરતા અદાલતે તે અરજી નકારી છે.
જામનગરના બેડી વિસ્તાર નજીક રહેતા એડવોકેટ હારૂન પલેજા ગઈ તા.૧૩ માર્ચની સાંજે પોતાના મોટરસાયકલ પર બેડી વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે કુખ્યાત સાયચા ગેંગના સાગરિતો સહિત ૧૫ શખ્સના ટોળાએ પથ્થરમારો કરી હારૂનભાઈને પછાડી દીધા પછી તેમના પર હથિયારોથી પ્રાણઘાતક હુમલો કર્યાે હતો. જેમાં ગંભીર ઈજા પામેલા હારૂનભાઈનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો.
બેડી વિસ્તારના નગરસેવક અને એડવોકેટ એવા મૃતકના ભત્રીજા નુરમામદ પલેજાએ કુખ્યાત શખ્સ રઝાક દાઉદ ચાવડા ઉર્ફે રઝાક સોપારી સહિતના ૧૫ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ એક શિક્ષિકાની આત્મહત્યા પાછળ દુષ્પ્રેરણા આપનાર શખ્સો સામેનો કેસ તેમના કાકા વકીલ હારૂન પલેજા કેસ લડી રહ્યા હતા. તે બાબતનો ખાર રાખી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
આ ગુન્હામાં પોલીસે શરૂ કરેલી તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જેલહવાલે કરી દેવાયેલા આરોપી પૈકીના રઝાક દાઉદ ચાવડા ઉર્ફે રઝાક સોપારીએ જામીન મેળવવા અદાલતમાં અરજી કરી હતી. તે અરજીની સામે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ દલીલ કરી હતી કે, એક શિક્ષિકાની આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ હારૂનભાઈ પલેજા લડી રહ્યા હતા. તે ગુન્હામાં રઝાક સાયચા સહિતના અન્ય બે આરોપી સંડોવાયેલા હતા. તેથી આરોપીઓ આ વકીલ સામે ગિન્નાયેલા હતા. તેઓની જામીન આપવામાં આવશે તો તેઓ ધાકધમકી અથવા પ્રલોભન આપી પુરાવામાં છેડછાડ કરી શકે છે અને આ પ્રકારના ગુન્હામાં આરોપી જામીનમુક્ત થશે તો સમાજમાં તેની ગંભીર અસર પડી શકે છે.
અદાલતે તે દલીલો તથા તપાસનીશ પોલીસ અધિકારીનું સોગંદનામું ધ્યાને લઈ આરોપી રઝાક સોપારીની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial